Quran Apps in many lanuages:

Surah Fatir Ayahs #6 Translated in Gujarati

مَا يَفْتَحِ اللَّهُ لِلنَّاسِ مِنْ رَحْمَةٍ فَلَا مُمْسِكَ لَهَا ۖ وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُ مِنْ بَعْدِهِ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
અલ્લાહ તઆલા જે કૃપા બંદાઓ માટે ખોલી કાઢે તો તેને કોઇ રોકનાર નથી અને જેને રોકી લે ત્યાર પછી કોઇ તેને લાવી શકતું નથી અને તે જ વિજયી, હિકમતવાળો છે
يَا أَيُّهَا النَّاسُ اذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ ۚ هَلْ مِنْ خَالِقٍ غَيْرُ اللَّهِ يَرْزُقُكُمْ مِنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
લોકો ! તમારા પર જે કૃપાઓ અલ્લાહ તઆલાએ કરી છે તેને યાદ કરો, શું અલ્લાહ સિવાય બીજો સર્જક છે, જે તમને આકાશ અને ધરતી માંથી રોજી આપે ? તેના સિવાય કોઇ પૂજ્ય નથી, બસ ! તમે ક્યાં ઊંધા જઇ રહ્યા છો
وَإِنْ يُكَذِّبُوكَ فَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِنْ قَبْلِكَ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
અને જો આ લોકો તમને જુઠલાવે, તો તમારા પહેલાના દરેક પયગંબરોને પણ જુઠલાવવામાં આવ્યા, દરેક કાર્ય અલ્લાહ તરફ જ પાછા ફેરવવામાં આવશે
يَا أَيُّهَا النَّاسُ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۖ فَلَا تَغُرَّنَّكُمُ الْحَيَاةُ الدُّنْيَا ۖ وَلَا يَغُرَّنَّكُمْ بِاللَّهِ الْغَرُورُ
હે લોકો ! અલ્લાહ તઆલાનું વચન સાચું છે, તમને દુનિયાનું જીવન ધોખામાં ન નાંખી દે અને દગો આપનાર, શેતાન તમને બેદરકાર ન કરી દે
إِنَّ الشَّيْطَانَ لَكُمْ عَدُوٌّ فَاتَّخِذُوهُ عَدُوًّا ۚ إِنَّمَا يَدْعُو حِزْبَهُ لِيَكُونُوا مِنْ أَصْحَابِ السَّعِيرِ
યાદ રાખો ! શેતાન તમારો શત્રુ છે, તમે તેને શત્રુ માનો, તે તો પોતાના જૂથમાં ફક્ત એટલા માટે જ બોલાવે છે કે, તે સૌ જહન્નમમાં જનારા થઇ જાય

Choose other languages: