Quran Apps in many lanuages:

Surah At-Taghabun Ayahs #18 Translated in Gujarati

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّ مِنْ أَزْوَاجِكُمْ وَأَوْلَادِكُمْ عَدُوًّا لَكُمْ فَاحْذَرُوهُمْ ۚ وَإِنْ تَعْفُوا وَتَصْفَحُوا وَتَغْفِرُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ
હે ઇમાનવાળાઓ ! તમારી પત્નીઓ અને સંતાનો માંથી કેટલાક તમારા શત્રુ છે બસ ! તેમનાથી સાવધાન રહેજો અને જો તમે માફ કરી દો અથવા જવા દો અને ક્ષમા કરી દો . તો અલ્લાહ તઆલા ક્ષમા કરનાર દયાળુ છે
إِنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ ۚ وَاللَّهُ عِنْدَهُ أَجْرٌ عَظِيمٌ
તમારૂ ધન અને સંતાનો કસોટી છે અને ખુબ જ મોટું વળતર અલ્લાહ પાસે છે
فَاتَّقُوا اللَّهَ مَا اسْتَطَعْتُمْ وَاسْمَعُوا وَأَطِيعُوا وَأَنْفِقُوا خَيْرًا لِأَنْفُسِكُمْ ۗ وَمَنْ يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
બસ ! જ્યાં સુધી તમારાથી થઇ શકે અલ્લાહથી ડરતા રહો અને સાંભળતા અને આજ્ઞાપાલન કરતા રહો અને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરતા રહો જે તમારા માટે ઉત્તમ છે અને જે વ્યક્તિ પોતાના મનની લાલચથી સુરક્ષિત રાખવામાં આવે તે જ સફળ છે
إِنْ تُقْرِضُوا اللَّهَ قَرْضًا حَسَنًا يُضَاعِفْهُ لَكُمْ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّهُ شَكُورٌ حَلِيمٌ
જો તમે અલ્લાહને ઉત્તમ ઋણ આપશો (એટલે કે તેના માર્ગમાં ખર્ચ કરશો) તો તે તેને તમારા માટે વધારતો રહેશે અને તમારા ગુનાહ પણ માફ કરી દેશે. અલ્લાહ ખુબ જ કદરદાન અને સહનશીલ છે
عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيزُ الْحَكِيمُ
તે છૂપી અને ખુલ્લી (વાતોનો) જાણવાવાળો છે, પ્રભુત્વશાળી, હિકમતવાળો છે

Choose other languages: