Quran Apps in many lanuages:

Surah An-Nur Ayahs #58 Translated in Gujarati

قُلْ أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ ۖ فَإِنْ تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْهِ مَا حُمِّلَ وَعَلَيْكُمْ مَا حُمِّلْتُمْ ۖ وَإِنْ تُطِيعُوهُ تَهْتَدُوا ۚ وَمَا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ
કહી દો કે અલ્લાહનો આદેશ માનો, અલ્લાહના પયગંબરની આજ્ઞાનું પાલન કરો, તો પણ જો તમે અવજ્ઞા કરી તો, પયગંબરની જવાબદારી તો ફક્ત તે જ છે, જે તેના માટે જરૂરી કરી દેવામાં આવ્યું છે અને તમારા પર તેની જવાબદારી છે જે તમારા પર મુકવામાં આવી છે, સત્ય માર્ગદર્શન તો તમને ત્યારે જ મળશે જ્યારે તમે પયગંબરની આજ્ઞાનું પાલન કરશો, સાંભળો ! પયગંબરની જવાબદારીમાં તો ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાનું કાર્ય છે
وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنْكُمْ وَعَمِلُوا الصَّالِحَاتِ لَيَسْتَخْلِفَنَّهُمْ فِي الْأَرْضِ كَمَا اسْتَخْلَفَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ وَلَيُمَكِّنَنَّ لَهُمْ دِينَهُمُ الَّذِي ارْتَضَىٰ لَهُمْ وَلَيُبَدِّلَنَّهُمْ مِنْ بَعْدِ خَوْفِهِمْ أَمْنًا ۚ يَعْبُدُونَنِي لَا يُشْرِكُونَ بِي شَيْئًا ۚ وَمَنْ كَفَرَ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
તમારા માંથી તે લોકો, જેઓ ઈમાન લાવ્યા છે અને સત્કાર્યો કર્યા છે, અલ્લાહ તઆલા વચન આપી ચૂક્યો છે કે તેમને જરૂર ધરતીમાં નાયબ (સરદાર) બનાવશે, જેવી રીતે કે તે લોકોને નાયબ બનાવ્યા હતાં, જેઓ તેમના કરતા પહેલા હતાં અને ખરેખર તેમના માટે તે દીનને મજબૂત કરી દેશે, જે દીન તેમના માટે તેણે પસંદ કર્યો છે. અને તેમના ભયને શાંતિમાં બદલી નાખશે, તેઓ મારી બંદગી કરશે, મારી સાથે કોઈને ભાગીદાર નહીં ઠેરવે, ત્યાર પછી પણ જે લોકો કૃતઘ્ની અને ઇન્કાર કરનારા બને, તે ખરેખર વિદ્રોહી છે
وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَطِيعُوا الرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ
નમાઝ કાયમ પઢતા રહો, ઝકાત આપતા રહો અને અલ્લાહના પયગંબરની આજ્ઞાનું પાલન કરતા રહો, જેથી તમારા પર દયા કરવામાં આવે
لَا تَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا مُعْجِزِينَ فِي الْأَرْضِ ۚ وَمَأْوَاهُمُ النَّارُ ۖ وَلَبِئْسَ الْمَصِيرُ
એવો વિચાર તમે ક્યારેય ન કરશો કે ઇન્કાર કરનાર લોકો અમને ધરતી પર હરાવી દેશે, તેમનું ખરું ઠેકાણું જહન્નમ છે, જે ખરેખર તદ્દન ખરાબ ઠેકાણું છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لِيَسْتَأْذِنْكُمُ الَّذِينَ مَلَكَتْ أَيْمَانُكُمْ وَالَّذِينَ لَمْ يَبْلُغُوا الْحُلُمَ مِنْكُمْ ثَلَاثَ مَرَّاتٍ ۚ مِنْ قَبْلِ صَلَاةِ الْفَجْرِ وَحِينَ تَضَعُونَ ثِيَابَكُمْ مِنَ الظَّهِيرَةِ وَمِنْ بَعْدِ صَلَاةِ الْعِشَاءِ ۚ ثَلَاثُ عَوْرَاتٍ لَكُمْ ۚ لَيْسَ عَلَيْكُمْ وَلَا عَلَيْهِمْ جُنَاحٌ بَعْدَهُنَّ ۚ طَوَّافُونَ عَلَيْكُمْ بَعْضُكُمْ عَلَىٰ بَعْضٍ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
ઈમાનવાળાઓ તમારા દાસોને અને તેમને પણ, જેઓ પુખ્તવયે ન પહોંચ્યા હોય, (પોતાના આવવાની) ત્રણ સમયે પરવાનગી માંગવી જરૂરી છે, ફજરની નમાઝ પહેલા અને જોહરના સમયે જ્યારે તમે પોતાના વસ્ત્રો ઉતારી રાખો છો અને ઇશાની નમાઝ પછી, આ ત્રણેય સમય તમારા (એકાંત) અને અંગત છે, આ સમય સિવાય ન તો તમારા માટે કોઈ પાપ છે અને ન તો તેમના પર, તમે સૌ એક-બીજા પાસે, વધારે અવર-જવર કરો છો, અલ્લાહ આવી રીતે પોતાના સ્પષ્ટ આદેશો તમને કહી રહ્યો છે, અલ્લાહ તઆલા સંપૂર્ણ જ્ઞાનવાળો અને સંપૂર્ણ હિકમતવાળો છે

Choose other languages: