Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #56 Translated in Gujarati

وَلَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَهُ الدِّينُ وَاصِبًا ۚ أَفَغَيْرَ اللَّهِ تَتَّقُونَ
આકાશો અને ધરતી પર જે કંઈ પણ છે, બધું તેનું જ છે અને તેની જ બંદગી યોગ્ય છે, શું તો પણ તમે તેના સિવાય બીજાથી ડરો છો
وَمَا بِكُمْ مِنْ نِعْمَةٍ فَمِنَ اللَّهِ ۖ ثُمَّ إِذَا مَسَّكُمُ الضُّرُّ فَإِلَيْهِ تَجْأَرُونَ
તમારી પાસે જેટલી પણ નેઅમતો છે બધું તેણે જ આપેલું છે, હજું પણ તમારા પર કોઈ મુસીબત આવી જાય તો તેની જ સમક્ષ ફરિયાદ કરો છો
ثُمَّ إِذَا كَشَفَ الضُّرَّ عَنْكُمْ إِذَا فَرِيقٌ مِنْكُمْ بِرَبِّهِمْ يُشْرِكُونَ
અને જ્યાં તેણે તે મુસીબત તમારા પરથી દૂર કરી દીધી, તમારા માંથી કેટલાક લોકો પોતાના પાલનહાર સાથે ભાગીદાર ઠેરવવા લાગે છે
لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ ۚ فَتَمَتَّعُوا ۖ فَسَوْفَ تَعْلَمُونَ
કે અમારી આપેલી નેઅમતોનો આભાર ન માને, સારું તો થોડોક ફાયદો ઉઠાવી લો, છેવટે તમને ખબર પડી જ જશે
وَيَجْعَلُونَ لِمَا لَا يَعْلَمُونَ نَصِيبًا مِمَّا رَزَقْنَاهُمْ ۗ تَاللَّهِ لَتُسْأَلُنَّ عَمَّا كُنْتُمْ تَفْتَرُونَ
અને જેને જાણતા પણ નથી તેનો ભાગ અમારી આપેલી રોજીઓ માંથી નક્કી કરો છો, તે અલ્લાહ તમારા આ આરોપ વિશે જરૂર સવાલ કરશે

Choose other languages: