Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #50 Translated in Gujarati

أَوْ يَأْخُذَهُمْ فِي تَقَلُّبِهِمْ فَمَا هُمْ بِمُعْجِزِينَ
અથવા તેમને હરતાફરતા (પ્રકોપ) પકડી લે, આ લોકો અલ્લાહ તઆલાને ક્યારેય અસમર્થ કરી શકતા નથી
أَوْ يَأْخُذَهُمْ عَلَىٰ تَخَوُّفٍ فَإِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَحِيمٌ
અથવા તેમને ડરાવી, ધમકાવી પકડી લે, બસ ! ખરેખર તમારો પાલનહાર અત્યંત દયાળુ અને માયાળુ છે
أَوَلَمْ يَرَوْا إِلَىٰ مَا خَلَقَ اللَّهُ مِنْ شَيْءٍ يَتَفَيَّأُ ظِلَالُهُ عَنِ الْيَمِينِ وَالشَّمَائِلِ سُجَّدًا لِلَّهِ وَهُمْ دَاخِرُونَ
શું તે લોકોએ અલ્લાહના સર્જન માંથી કોઈને પણ નથી જોયા ? કે તેમના પડછાયા, ડાબી-જમણી બાજુ ઝૂકી ઝૂકીને અલ્લાહ તઆલા સામે સિજદા કરે છે અને વિનમ્રતા દાખવે છે
وَلِلَّهِ يَسْجُدُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مِنْ دَابَّةٍ وَالْمَلَائِكَةُ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ
નિ:શંક આકાશ અને ધરતીના દરેક સજીવ અને દરેક ફરિશ્તા, અલ્લાહ તઆલાની સામે સિજદો કરી રહ્યા છે અને જરા પણ ઘમંડ નથી કરતા
يَخَافُونَ رَبَّهُمْ مِنْ فَوْقِهِمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ ۩
અને પોતાના પાલનહારથી, જે તેમની ઉપર છે, ધ્રુજે છે અને જે આદેશ મળી જાય તેનું અનુસરણ કરે છે

Choose other languages: