Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #117 Translated in Gujarati

وَلَقَدْ جَاءَهُمْ رَسُولٌ مِنْهُمْ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ الْعَذَابُ وَهُمْ ظَالِمُونَ
તેમની પાસે તેમના માંથી જ પયગંબર આવ્યા, તો પણ તેઓએ તેમને જુઠલાવ્યા, બસ ! તે લોકો પર પ્રકોપ આવી પહોંચ્યો અને તે લોકો અત્યાચારી જ હતા
فَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ حَلَالًا طَيِّبًا وَاشْكُرُوا نِعْمَتَ اللَّهِ إِنْ كُنْتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
જે કંઈ પણ હલાલ અને પવિત્ર રોજી અલ્લાહએ તમને આપી છે, તેને ખાઓ અને અલ્લાહની નેઅમતનો આભાર માનો, જો તમે તેની જ બંદગી કરતા હોવ
إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنْزِيرِ وَمَا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ
તમારા માટે ફકત મૃત (ઢોર) અને લોહી, ડુક્કરનું માંસ અને જે વસ્તુને અલ્લાહના નામ સિવાય ઝબહ કરવામાં આવે, તે હરામ છે. પછી જો કોઈ વ્યક્તિને લાચાર કરી દેવામાં આવે, ન તો તે ઇચ્છતો હોય અને ન હદવટાવી જનાર હોય, તો ખરેખર અલ્લાહ માફ કરનાર, દયાળુ છે
وَلَا تَقُولُوا لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ الْكَذِبَ هَٰذَا حَلَالٌ وَهَٰذَا حَرَامٌ لِتَفْتَرُوا عَلَى اللَّهِ الْكَذِبَ ۚ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ
કોઈ વસ્તુ માટે પોતાની જબાન વડે જુઠ્ઠી ન કહો કે આ હલાલ છે અને આ હરામ, કે જેના કારણે અલ્લાહ પર જૂઠાણું બાંધી બેસો, સમજી લો કે અલ્લાહ તઆલા પર જૂઠાણું બાંધનાર સફળતાથી વંચિત રહે છે
مَتَاعٌ قَلِيلٌ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
તેમને સામાન્ય ફાયદો મળે છે અને તેમના માટે જ દુ:ખદાયી યાતના છે

Choose other languages: