Quran Apps in many lanuages:

Surah Al-Qasas Ayahs #11 Translated in Gujarati

وَأَوْحَيْنَا إِلَىٰ أُمِّ مُوسَىٰ أَنْ أَرْضِعِيهِ ۖ فَإِذَا خِفْتِ عَلَيْهِ فَأَلْقِيهِ فِي الْيَمِّ وَلَا تَخَافِي وَلَا تَحْزَنِي ۖ إِنَّا رَادُّوهُ إِلَيْكِ وَجَاعِلُوهُ مِنَ الْمُرْسَلِينَ
અમે મૂસા અ.સ.ની માતાને વહી કરી કે તેને દૂધ પીવડાવતી રહે અને જ્યારે તને તેના વિશે કંઇ ભય લાગે તો તેને દરિયામાં વહાવી દેજો અને કોઈ ડર ન રાખજો અને નિરાશ ન થશો. અમે ખરેખર તેને તમારી તરફ પાછા મોકલીશું. અને તેને અમારા પયગંબરો માંથી બનાવીશું
فَالْتَقَطَهُ آلُ فِرْعَوْنَ لِيَكُونَ لَهُمْ عَدُوًّا وَحَزَنًا ۗ إِنَّ فِرْعَوْنَ وَهَامَانَ وَجُنُودَهُمَا كَانُوا خَاطِئِينَ
છેવટે ફિરઔનના લોકોએ તે બાળકને ઉઠાવી લીધો કે છેવટે આ જ બાળક તેમનો શત્રુ બન્યો અને તેમની નિરાશા માટેનું કારણ બન્યો, કંઇ શંકા નથી કે ફિરઔન અને હામાન અને તેમના લશ્કર અપરાધી જ હતાં
وَقَالَتِ امْرَأَتُ فِرْعَوْنَ قُرَّتُ عَيْنٍ لِي وَلَكَ ۖ لَا تَقْتُلُوهُ عَسَىٰ أَنْ يَنْفَعَنَا أَوْ نَتَّخِذَهُ وَلَدًا وَهُمْ لَا يَشْعُرُونَ
અને ફિરઔનની પત્નીએ કહ્યું, આ તો મારી અને તમારી આંખોની ઠંડક છે, તેને કતલ ન કરો, શક્ય છે કે આ આપણને કંઇક ફાયદો પહોંચાડે અથવા તેને આપણો જ દીકરો બનાવી લઇએ અને તે લોકો સમજતા જ ન હતાં
وَأَصْبَحَ فُؤَادُ أُمِّ مُوسَىٰ فَارِغًا ۖ إِنْ كَادَتْ لَتُبْدِي بِهِ لَوْلَا أَنْ رَبَطْنَا عَلَىٰ قَلْبِهَا لِتَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
મૂસા અ.સ.ની માતાનું દીલ ગભરાઇ ગયું, આ કિસ્સાને જાહેર કરવાની જ હતી જો અમે તેમના હૃદયને શાંતિ ન આપતા, આ એટલા માટે કે તે વિશ્વાસ કરવાવાળાઓ માંથી બની જાય
وَقَالَتْ لِأُخْتِهِ قُصِّيهِ ۖ فَبَصُرَتْ بِهِ عَنْ جُنُبٍ وَهُمْ لَا يَشْعُرُونَ
મૂસા અ.સ.ની માતાએ મૂસાની બહેનને કહ્યું, કે તું આની પાછળ પાછળ જા, તો તે તેને (મૂસાને) દૂરથી જોઇ રહી હતી અને ફિરઔનના લોકોને આની જાણ પણ ન થઇ

Choose other languages: