Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #87 Translated in Gujarati

وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّهَ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَقُولُوا لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثُمَّ تَوَلَّيْتُمْ إِلَّا قَلِيلًا مِنْكُمْ وَأَنْتُمْ مُعْرِضُونَ
અને જ્યારે અમે ઇસ્રાઇલના સંતાનથી વચન લીધું કે તમે અલ્લાહ સિવાય બીજાની બંદગી ન કરશો અને માતા-પિતા સાથે સદ્ વર્તન કરશો અને એવી જ રીતે સગા-સંબંધીઓ, અનાથો અને લાચારો સાથે અને લોકોને ભલી વાત કહેશો, નમાજની પાબંદી કરતા રહેશો અને ઝકાત આપતા રહેશો પરંતુ થોડાક લોકો સિવાય તમે સૌ ફરી ગયા અને મોઢું ફેરવી લીધું
وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تَسْفِكُونَ دِمَاءَكُمْ وَلَا تُخْرِجُونَ أَنْفُسَكُمْ مِنْ دِيَارِكُمْ ثُمَّ أَقْرَرْتُمْ وَأَنْتُمْ تَشْهَدُونَ
અને જ્યારે અમે તમારાથી વચન લીધું કે અંદર અંદર લોહી ન વહેડાવશો (કત્લ ન કરશો) અને એક બીજાને દેશનિકાલ ન કરશો, તમે એકરાર કર્યો અને તમે તેના સાક્ષી બન્યા
ثُمَّ أَنْتُمْ هَٰؤُلَاءِ تَقْتُلُونَ أَنْفُسَكُمْ وَتُخْرِجُونَ فَرِيقًا مِنْكُمْ مِنْ دِيَارِهِمْ تَظَاهَرُونَ عَلَيْهِمْ بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَإِنْ يَأْتُوكُمْ أُسَارَىٰ تُفَادُوهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَيْكُمْ إِخْرَاجُهُمْ ۚ أَفَتُؤْمِنُونَ بِبَعْضِ الْكِتَابِ وَتَكْفُرُونَ بِبَعْضٍ ۚ فَمَا جَزَاءُ مَنْ يَفْعَلُ ذَٰلِكَ مِنْكُمْ إِلَّا خِزْيٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَيَوْمَ الْقِيَامَةِ يُرَدُّونَ إِلَىٰ أَشَدِّ الْعَذَابِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
પરંતુ તો પણ તમે અંદર અંદર કત્લ કર્યા અને અંદરના એક જૂથને દેશનિકાલ પણ કરી દીધા અને પાપ અને અત્યાચારના કાર્યોમાં તેઓના વિરોધમાં બીજાનો સાથ આપ્યો, હાઁ જ્યારે તેઓ કેદી બનીને તમારી પાસે આવ્યા તો તમે તેઓ માટે મુક્તિદંડ આપ્યો, પરંતુ તેઓનો દેશનિકાલ જે તમારા ઉપર હરામ હતું (તેનો કોઇ વિચાર પણ ન કર્યો), શું થોડાક આદેશોનું પાલન કરો છો અને થોડાક આદેશોને નથી માનતા ? તમારા માંથી જે પણ આવું કરે તેની સજા તે સિવાય શું હોય શકે કે દૂનિયામાં અપમાન અને કયામતના દિવસે સખત યાતનાની માર અને અલ્લાહ તઆલા તમારા કાર્યોથી અજાણ નથી
أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۖ فَلَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنْصَرُونَ
આ તે લોકો છે જેમણે દૂનિયાના જીવનને આખેરતના બદલામાં ખરીદી લીધું છે, તેઓની ન તો યાતના સાધારણ હશે અને ન તો તેઓની મદદ કરવામાં આવશે
وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَقَفَّيْنَا مِنْ بَعْدِهِ بِالرُّسُلِ ۖ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ أَفَكُلَّمَا جَاءَكُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنْفُسُكُمُ اسْتَكْبَرْتُمْ فَفَرِيقًا كَذَّبْتُمْ وَفَرِيقًا تَقْتُلُونَ
અમે મૂસાને કિતાબ આપી અને તેમના પછી બીજા પયગંબરો અવતરિત કર્યા અને અમે મરયમના દીકરા ઇસાને પ્રકાશિત પુરાવા આપ્યા, અને રૂહુલ્ કુદુસ (જિબ્રઇલ અ.સ.) વડે તેમની મદદ કરાવી, પરંતુ જ્યારે પણ તમારી પાસે પયગંબર તે વસ્તુ લાવ્યા જે તમારા સ્વભાવથી વિરૂધ્ધ હતી, તમે ઝડપથી ઘમંડ કર્યુ, બસ કેટલાકને તો જુઠલાવી દીધા અને કેટલાકને કત્લ પણ કરી દીધા

Choose other languages: