Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #43 Translated in Gujarati

وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
અને જે ઇન્કાર કરી અમારી આયતો ને જુઠલાવે તે જહન્નમીઓ છે અને હંમેશા તેમાં જ રહેશે
يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَوْفُوا بِعَهْدِي أُوفِ بِعَهْدِكُمْ وَإِيَّايَ فَارْهَبُونِ
હે ઇસ્રાઇલના સંતાનો ! મારી તે કૃપાને યાદ કરો જે મેં તમારા પર કરી અને મારા વચનને પુરૂ કરો, હું તમારા વચનને પુરા કરીશ અને મારાથી જ ડરો
وَآمِنُوا بِمَا أَنْزَلْتُ مُصَدِّقًا لِمَا مَعَكُمْ وَلَا تَكُونُوا أَوَّلَ كَافِرٍ بِهِ ۖ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا وَإِيَّايَ فَاتَّقُونِ
અને તે કિતાબ પર ઇમાન લાવો જે મેં તમારી કિતાબોની પુષ્ટી માટે અવતરિત કરી છે અને તેની બાબતે તમે જ પ્રથમ ઇન્કારી ન બનો અને મારી આયતોને તુચ્છ કિંમતે વેચી ન મારો. અને ફકત મારાથી જ ડરો
وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَأَنْتُمْ تَعْلَمُونَ
અને સત્યને અસત્ય સાથે ભેળસેળ ન કરો અને ન સત્યને છુપાવો, તમે તો ખુબ જ સારી રીતે જાણો છો
وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَارْكَعُوا مَعَ الرَّاكِعِينَ
અને નમાઝોની પાબંદી કરતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો, અને રૂકુઅ કરવાવાળા સાથે રૂકુઅ કરો

Choose other languages: