Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #41 Translated in Gujarati

فَتَلَقَّىٰ آدَمُ مِنْ رَبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
આદમ (અ.સ.) એ પોતાના પાલનહાર પાસેથી કેટલીક વાતો શીખી અને અલ્લાહ તઆલાએ તેઓની તૌબા કબુલ કરી, નિંશંક તે જ તૌબા કબુલ કરનાર અને દયા કરનાર છે
قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُمْ مِنِّي هُدًى فَمَنْ تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
અમે કહ્યું તમે સૌ અહીંયાથી જતા રહો, જ્યારે પણ તમારી પાસે મારૂ માર્ગદર્શન પહોંચે તો તેનું અનુસરણ કરવાવાળા માટે કોઇ ડર અને નિરાશા નહીં હોય
وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
અને જે ઇન્કાર કરી અમારી આયતો ને જુઠલાવે તે જહન્નમીઓ છે અને હંમેશા તેમાં જ રહેશે
يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَوْفُوا بِعَهْدِي أُوفِ بِعَهْدِكُمْ وَإِيَّايَ فَارْهَبُونِ
હે ઇસ્રાઇલના સંતાનો ! મારી તે કૃપાને યાદ કરો જે મેં તમારા પર કરી અને મારા વચનને પુરૂ કરો, હું તમારા વચનને પુરા કરીશ અને મારાથી જ ડરો
وَآمِنُوا بِمَا أَنْزَلْتُ مُصَدِّقًا لِمَا مَعَكُمْ وَلَا تَكُونُوا أَوَّلَ كَافِرٍ بِهِ ۖ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا وَإِيَّايَ فَاتَّقُونِ
અને તે કિતાબ પર ઇમાન લાવો જે મેં તમારી કિતાબોની પુષ્ટી માટે અવતરિત કરી છે અને તેની બાબતે તમે જ પ્રથમ ઇન્કારી ન બનો અને મારી આયતોને તુચ્છ કિંમતે વેચી ન મારો. અને ફકત મારાથી જ ડરો

Choose other languages: