Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #38 Translated in Gujarati

وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ
અને જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમ ને સિજદો કરો, તો ઇબ્લિસ (શૈતાન) સિવાય સૌએ સિજદો કર્યો, તેણે ઇન્કાર કર્યો અને ઘમંડ કર્યુ અને તે ઇન્કારીઓમાં થઇ ગયો
وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ
અને અમે કહી દીધુ કે હે આદમ ! તમે અને તમારી પત્નિ જન્નતમાં રહો, અને જ્યાંથી ઇચ્છો છુટથી ખાઓ પીવો, પરંતુ તે વૃક્ષની નજીક પણ ન જશો, નહીંતો અત્યાચારી બની જશો
فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ ۖ وَقُلْنَا اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ
પરંતુ શૈતાને તેઓને ફુસલાવી ત્યાંથી કઢાવીને જ રહ્યો, અને અમે કહીં દીધું કે ઉતરી જાઓ ! તમે એક બીજાના શત્રુ છો અને એક નક્કી કરેલ સમય સુધી તમારા માટે ધરતી ઉપર રોકાણ અને ફાયદો ઉઠાવવાનો સામાન છે
فَتَلَقَّىٰ آدَمُ مِنْ رَبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
આદમ (અ.સ.) એ પોતાના પાલનહાર પાસેથી કેટલીક વાતો શીખી અને અલ્લાહ તઆલાએ તેઓની તૌબા કબુલ કરી, નિંશંક તે જ તૌબા કબુલ કરનાર અને દયા કરનાર છે
قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُمْ مِنِّي هُدًى فَمَنْ تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
અમે કહ્યું તમે સૌ અહીંયાથી જતા રહો, જ્યારે પણ તમારી પાસે મારૂ માર્ગદર્શન પહોંચે તો તેનું અનુસરણ કરવાવાળા માટે કોઇ ડર અને નિરાશા નહીં હોય

Choose other languages: