Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #245 Translated in Gujarati

وَلِلْمُطَلَّقَاتِ مَتَاعٌ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ
તલાકવાળીઓને સારી રીતે વળતર આપવું ડરવાવાળાઓ પર જરૂરી છે
كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
અલ્લાહ તઆલા આવી જ રીતે પોતાની આયતોને બયાન કરી રહ્યો છે, જેથી તમે સમજી શકો
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ خَرَجُوا مِنْ دِيَارِهِمْ وَهُمْ أُلُوفٌ حَذَرَ الْمَوْتِ فَقَالَ لَهُمُ اللَّهُ مُوتُوا ثُمَّ أَحْيَاهُمْ ۚ إِنَّ اللَّهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ
શું તમે તેઓને નથી જોયા જે હજારોની સંખ્યામાં હતા અને મૃત્યુના ભયથી પોતાના ઘરો માંથી નીકળી ગયા હતા, અલ્લાહ તઆલાએ તેઓને કહ્યું મરી જાવ, પછી તેઓને જીવિત કરી દીધા, નિંશંક અલ્લાહ તઆલા લોકો પર ઘણો જ કૃપાળુ છે, પરંતુ વધુ લોકો કૃતધ્ન છે
وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ وَاعْلَمُوا أَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
અલ્લાહ ના માર્ગમાં જેહાદ કરો અને જાણી લો કે અલ્લાહ તઆલા સાંભળે અને જાણે છે
مَنْ ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً ۚ وَاللَّهُ يَقْبِضُ وَيَبْسُطُ وَإِلَيْهِ تُرْجَعُونَ
એવા પણ કોઇ છે જે અલ્લાહ તઆલાને સારૂં ઉધાર આપે, બસ ! અલ્લાહ તઆલા તેને ઘણુ જ વધારીને પરત કરે છે, અલ્લાહ જ તંગી અને વિસ્તૃતિ આપનાર છે, અને તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો

Choose other languages: