Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #236 Translated in Gujarati

وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَلَا تَعْضُلُوهُنَّ أَنْ يَنْكِحْنَ أَزْوَاجَهُنَّ إِذَا تَرَاضَوْا بَيْنَهُمْ بِالْمَعْرُوفِ ۗ ذَٰلِكَ يُوعَظُ بِهِ مَنْ كَانَ مِنْكُمْ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۗ ذَٰلِكُمْ أَزْكَىٰ لَكُمْ وَأَطْهَرُ ۗ وَاللَّهُ يَعْلَمُ وَأَنْتُمْ لَا تَعْلَمُونَ
અને જ્યારે તમે પોતાની પત્નિઓને તલાક આપો અને તે પોતાનો સમયગાળો પુરો કરી લે તો તેણીઓને તેણીઓના પતિઓ સાથે લગ્ન કરવાથી ન રોકો, જ્યારે કે તેઓ શરતોને આધિન રહી રાજી હોય, આ શિખામણ તેઓને કરવામાં આવે છે જેઓને તમારા માંથી અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર યકીન અને ઇમાન હોય, આમાં તમારી ઉત્તમ સફાઇ અને પવિત્રતા છે, અલ્લાહ તઆલા જાણે છે અને તમે નથી જાણતા
وَالْوَالِدَاتُ يُرْضِعْنَ أَوْلَادَهُنَّ حَوْلَيْنِ كَامِلَيْنِ ۖ لِمَنْ أَرَادَ أَنْ يُتِمَّ الرَّضَاعَةَ ۚ وَعَلَى الْمَوْلُودِ لَهُ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوفِ ۚ لَا تُكَلَّفُ نَفْسٌ إِلَّا وُسْعَهَا ۚ لَا تُضَارَّ وَالِدَةٌ بِوَلَدِهَا وَلَا مَوْلُودٌ لَهُ بِوَلَدِهِ ۚ وَعَلَى الْوَارِثِ مِثْلُ ذَٰلِكَ ۗ فَإِنْ أَرَادَا فِصَالًا عَنْ تَرَاضٍ مِنْهُمَا وَتَشَاوُرٍ فَلَا جُنَاحَ عَلَيْهِمَا ۗ وَإِنْ أَرَدْتُمْ أَنْ تَسْتَرْضِعُوا أَوْلَادَكُمْ فَلَا جُنَاحَ عَلَيْكُمْ إِذَا سَلَّمْتُمْ مَا آتَيْتُمْ بِالْمَعْرُوفِ ۗ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
માઁ પોતાના સંતાનને પુરા બે વર્ષ દુધ પીવડાવે, જેમનો ઇરાદો દુધ પીવડાવવાનો સમયગાળો પુરો કરવાનો હોય અને જેના સંતાનો છે તેમના પર (તેમના સંતાનોનું) ભરણ-પોષણ છે, જે નક્કી કરેલ કાયદા મુજબ હોય, દરેક વ્યક્તિને તેટલી જ તકલીફ આપવામાં આવે છે જેટલી તેની શક્તિ હોય, માઁ ને તેના બાળકના કારણે અથવા પિતાને તેના બાળકના કારણે કોઇ નુકસાન પહોંચાડવામાં ન આવે, વારસદાર પર પણ આવી જ રીતે ઝિમ્મેદારી છે, પછી જો બન્ને (માતા-પિતા) પોતાની ખુશી અને એકબીજાના સલાહ સુચનથી દુધ છોડાવવા માંગે તો બન્ને પર કોઇ ગુનો નથી, જ્યાં સુધી કે તમે તેઓને કાયદા પ્રમાણે જે આપવું હોય તે તેમને આપી દો, અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા તમારા કાર્યોની દેખરેખ રાખી રહ્યો છે
وَالَّذِينَ يُتَوَفَّوْنَ مِنْكُمْ وَيَذَرُونَ أَزْوَاجًا يَتَرَبَّصْنَ بِأَنْفُسِهِنَّ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا ۖ فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا فَعَلْنَ فِي أَنْفُسِهِنَّ بِالْمَعْرُوفِ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
તમારા માંથી કે લોકો મૃત્યુ પામે અને પત્નિઓ છોડી જાય તે સ્ત્રીઓ પોતાને ચાર મહિના અને દસ (દિવસ) સમયગાળામાં રાખે, પછી જ્યારે સમયગાળો પુરો કરી લે તો જે ભલાઇ સાથે તે પોતાના માટે કરે તેમાં તમારા પર કોઇ ગુનો નથી, અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યને જાણે છે
وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا عَرَّضْتُمْ بِهِ مِنْ خِطْبَةِ النِّسَاءِ أَوْ أَكْنَنْتُمْ فِي أَنْفُسِكُمْ ۚ عَلِمَ اللَّهُ أَنَّكُمْ سَتَذْكُرُونَهُنَّ وَلَٰكِنْ لَا تُوَاعِدُوهُنَّ سِرًّا إِلَّا أَنْ تَقُولُوا قَوْلًا مَعْرُوفًا ۚ وَلَا تَعْزِمُوا عُقْدَةَ النِّكَاحِ حَتَّىٰ يَبْلُغَ الْكِتَابُ أَجَلَهُ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي أَنْفُسِكُمْ فَاحْذَرُوهُ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَفُورٌ حَلِيمٌ
તમારા પર આમાં કોઇ ગુનો નથી કે તમે સંકેત આપો લગ્નનો તે સ્ત્રીઓને, અથવા તો પોતાના હૃદયમાં છુપો ઇરાદો કરો, અલ્લાહ તઆલા જાણે છે કે તમે જરૂર તેણીને યાદ કરશો, પરંતુ તમે તેણીઓને છુપા વચનો ન કરી લો, હાઁ આ અલગ વસ્તુ છે કે તમે ભલી વાત કહો, અને લગ્નનું વચન જ્યા સુધી સમયગાળો પુરો ન થઇ જાય, પાકુ ન કરો, જાણી લો કે અલ્લાહ તઆલા ને તમારા હૃદયોની વાતોનું પણ જ્ઞાન છે, તમે તેનાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા ક્ષમાવાન અને ધૈર્યવાન છે
لَا جُنَاحَ عَلَيْكُمْ إِنْ طَلَّقْتُمُ النِّسَاءَ مَا لَمْ تَمَسُّوهُنَّ أَوْ تَفْرِضُوا لَهُنَّ فَرِيضَةً ۚ وَمَتِّعُوهُنَّ عَلَى الْمُوسِعِ قَدَرُهُ وَعَلَى الْمُقْتِرِ قَدَرُهُ مَتَاعًا بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُحْسِنِينَ
જો તમે પત્નિઓને હાથ લગાવ્યા વગર અને મહેર નક્કી કર્યા વગર તલાક આપી દો તો પણ તમારા પર કોઇ ગુનો નથી, હાઁ તેણીઓને કંઇક આપી દો, સુખી પોતાના અંદાજથી, ગરીબ પોતાની તાકાત પ્રમાણે, કાયદા મુજબ સારૂં વળતર આપે, ભલાઇ કરવાવાળા પર આ જરૂરી છે

Choose other languages: