Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #134 Translated in Gujarati

وَمَنْ يَرْغَبُ عَنْ مِلَّةِ إِبْرَاهِيمَ إِلَّا مَنْ سَفِهَ نَفْسَهُ ۚ وَلَقَدِ اصْطَفَيْنَاهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ
ઇબ્રાહીમના દીનથી તે જ અનિચ્છા દર્શાવશે જે મૂર્ખ હશે, અમે તો તેને દૂનિયામાં પણ પસંદ કરી લીધા અને આખેરતમાં પણ, તે સદાચારી લોકો માંથી છે
إِذْ قَالَ لَهُ رَبُّهُ أَسْلِمْ ۖ قَالَ أَسْلَمْتُ لِرَبِّ الْعَالَمِينَ
જ્યારે પણ તેઓને તેઓના પાલનહારે કહ્યું આજ્ઞાકારી બની જાઓ તેઓએ કહ્યું મેં અલ્લાહની આજ્ઞાનું પાલન કર્યું
وَوَصَّىٰ بِهَا إِبْرَاهِيمُ بَنِيهِ وَيَعْقُوبُ يَا بَنِيَّ إِنَّ اللَّهَ اصْطَفَىٰ لَكُمُ الدِّينَ فَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ
તેની જ વસિયત, ઇબ્રાહીમ (અ.સ.) અને યાકુબ (અ.સ.) એ પોતાના સંતાનને કરી, કે અમારા સંતાનો, અલ્લાહ તઆલાએ તમારા માટે આ દીનને પસંદ કરી લીધો છે, ખબરદાર ! તમે મુસલમાન થઇને જ મૃત્યુ પામજો
أَمْ كُنْتُمْ شُهَدَاءَ إِذْ حَضَرَ يَعْقُوبَ الْمَوْتُ إِذْ قَالَ لِبَنِيهِ مَا تَعْبُدُونَ مِنْ بَعْدِي قَالُوا نَعْبُدُ إِلَٰهَكَ وَإِلَٰهَ آبَائِكَ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ إِلَٰهًا وَاحِدًا وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
શું યાકુબના મૃત્યુ વખતે તમે હાજર હતા, જ્યારે તેમણે પોતાના સંતાનને કહ્યું કે મારા પછી તમે કોની બંદગી કરશો ? તો સૌએ જવાબ આપ્યો કે તમારા પૂજ્યની અને તમારા પૂર્વજો ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્માઇલ (અ.સ.) અને ઇસ્હાક (અ.સ.) ના પૂજ્યની, જે એક જ છે અને અમે તેના જ આજ્ઞાકારી બનીને રહીશું
تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ
આ જૂથ તો પસાર થઇ ગયું જે તેઓએ કર્યું તે તેઓના માટે છે અને જે તમે કરશો તે તમારા માટે છે, તેઓના કાર્યો વિશે તમને પુછવામાં નહી આવે

Choose other languages: