Quran Apps in many lanuages:

Surah Al-Anfal Ayahs #61 Translated in Gujarati

فَإِمَّا تَثْقَفَنَّهُمْ فِي الْحَرْبِ فَشَرِّدْ بِهِمْ مَنْ خَلْفَهُمْ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ
બસ ! જ્યારે પણ તમે તેઓ પર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરો, તેઓને એવો માર મારો કે તેઓના પાછળના લોકો પણ ભાગી જાય, કદાચ તેઓ શિખામણ પ્રાપ્ત કરે
وَإِمَّا تَخَافَنَّ مِنْ قَوْمٍ خِيَانَةً فَانْبِذْ إِلَيْهِمْ عَلَىٰ سَوَاءٍ ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْخَائِنِينَ
અને જો તમને કોઇ કોમના દગાનો ભય હોય તો, બરાબરની સ્થિતિમાં તેઓ સાથેનું વચન તોડી નાંખો, અલ્લાહ તઆલા દગાખોરોને પસંદ નથી કરતો
وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا سَبَقُوا ۚ إِنَّهُمْ لَا يُعْجِزُونَ
ઇન્કાર કરનારા એવું ન વિચારે કે તેઓ ભાગી નીકળશે, ખરેખર તેઓ લાચાર નથી કરી શકતા
وَأَعِدُّوا لَهُمْ مَا اسْتَطَعْتُمْ مِنْ قُوَّةٍ وَمِنْ رِبَاطِ الْخَيْلِ تُرْهِبُونَ بِهِ عَدُوَّ اللَّهِ وَعَدُوَّكُمْ وَآخَرِينَ مِنْ دُونِهِمْ لَا تَعْلَمُونَهُمُ اللَّهُ يَعْلَمُهُمْ ۚ وَمَا تُنْفِقُوا مِنْ شَيْءٍ فِي سَبِيلِ اللَّهِ يُوَفَّ إِلَيْكُمْ وَأَنْتُمْ لَا تُظْلَمُونَ
તમે તેમની સાથે યુદ્ધ માટે પોતાની શક્તિ પ્રમાણે તૈયારી કરો અને ઘોડાઓને પણ તૈયાર રાખો, જેથી તમે તેના વડે અલ્લાહના અને પોતાના શત્રુઓને ભયભીત કરી શકો અને તેમના સિવાય બીજા લોકોને પણ, જેમને તમે નથી જાણતા, અલ્લાહ તઆલા તેઓને ખૂબ સારી રીતે જાણે છે, જે કંઈ પણ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરશો, તે તમને પૂરેપૂરું આપવામાં આવશે અને તમારો અધિકાર છીનવી લેવામાં નહીં આવે
وَإِنْ جَنَحُوا لِلسَّلْمِ فَاجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
જો તેઓ સમાધાન તરફ ઝૂકી જાય તો, તમે પણ સમાધાન કરવા માટે ઝૂકી જાવ અને અલ્લાહ પર ભરોસો રાખો, નિ:શંક તે ઘણો જ સાંભળનાર, જાણનાર છે

Choose other languages: