Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #99 Translated in Gujarati

إِنَّ اللَّهَ فَالِقُ الْحَبِّ وَالنَّوَىٰ ۖ يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَمُخْرِجُ الْمَيِّتِ مِنَ الْحَيِّ ۚ ذَٰلِكُمُ اللَّهُ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
નિ:શંક અલ્લાહ તઆલા બીજ અને ઠળિયાને ફાડનાર છે, તે સજીવને નિર્જીવ માંથી કાઢે છે અને તે નિર્જીવને સજીવ માંથી કાઢનાર છે. અલ્લાહ તઆલા આ છે, તો તમે ક્યાં પાછા ફરી રહ્યા છો
فَالِقُ الْإِصْبَاحِ وَجَعَلَ اللَّيْلَ سَكَنًا وَالشَّمْسَ وَالْقَمَرَ حُسْبَانًا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ
તે સવારને લાવનાર અને તેણે રાતને આરામ માટે બનાવી છે અને સૂર્ય અને ચંદ્રને હિસાબ સાથે રાખ્યા છે, આ નક્કી વાત છે, તે હસ્તીની જે શક્તિશાળી છે, બધું જ જાણવાવાળો છે
وَهُوَ الَّذِي جَعَلَ لَكُمُ النُّجُومَ لِتَهْتَدُوا بِهَا فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
અને તે એવો છે જેણે તમારા માટે તારાઓનું સર્જન કર્યું, જેથી તમે તેના વડે અંધારામાં, ધરતી પર અને દરિયાઓમાં પણ રસ્તો શોધી શકો, નિ:શંક અમે પૂરાવા ખૂબ સારી રીતે વર્ણન કરી દીધા, તે લોકો માટે જે જ્ઞાની છે
وَهُوَ الَّذِي أَنْشَأَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ فَمُسْتَقَرٌّ وَمُسْتَوْدَعٌ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَفْقَهُونَ
અને તે એવો છે જેણે તમને એક વ્યક્તિ દ્વારા પેદા કર્યા, પછી એક જ્ગ્યા હંમેશા માટેની છે અને એક જ્ગ્યા થોડાક સમય માટેની છે, નિ:શંક અમે પૂરાવા ખૂબ સારી રીતે સ્પષ્ટ કરી દીધા, તે લોકો માટે, જે બુદ્ધિશાળી છે
وَهُوَ الَّذِي أَنْزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ نَبَاتَ كُلِّ شَيْءٍ فَأَخْرَجْنَا مِنْهُ خَضِرًا نُخْرِجُ مِنْهُ حَبًّا مُتَرَاكِبًا وَمِنَ النَّخْلِ مِنْ طَلْعِهَا قِنْوَانٌ دَانِيَةٌ وَجَنَّاتٍ مِنْ أَعْنَابٍ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُشْتَبِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۗ انْظُرُوا إِلَىٰ ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَيَنْعِهِ ۚ إِنَّ فِي ذَٰلِكُمْ لَآيَاتٍ لِقَوْمٍ يُؤْمِنُونَ
અને તે એવો છે જેણે આકાશ માંથી પાણી વરસાવ્યું, પછી અમે તેના વડે દરેક પ્રકારના છોડને ઉગાડ્યા, પછી અમે તેનાથી લીલી ડાળી ઉગાડી, કે તેનાથી અમે ઉપરની તરફ દાણા કાઢીએ છીએ અને ખજૂરના વૃક્ષોથી એટલે કે તેના ગુચ્છા માંથી ઝૂમખા પેદા કર્યા જે વજનથી લટકી પડે છે અને દ્રાક્ષ ના બગીચા અને ઝૈતૂન અને દાડમના, કેટલાક એકબીજાથી સમાન હોય છે અને કેટલાક એક બીજા જેવા નથી હોતા, દરેકના ફળોને જૂઓ, જ્યારે તે ફળે છે, અને તેના પાકી જવાને જૂઓ, તેમાં નિશાનીઓ છે, તે લોકો માટે જેઓ ઈમાન ધરાવે છે

Choose other languages: