Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #83 Translated in Gujarati

إِنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا ۖ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
હું મારો ચહેરો એકાગ્ર થઇ, તેની તરફ કરું છું, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને હું શિર્ક (ભાગીદાર ઠેરાવનારા) કરનારાઓ માંથી નથી
وَحَاجَّهُ قَوْمُهُ ۚ قَالَ أَتُحَاجُّونِّي فِي اللَّهِ وَقَدْ هَدَانِ ۚ وَلَا أَخَافُ مَا تُشْرِكُونَ بِهِ إِلَّا أَنْ يَشَاءَ رَبِّي شَيْئًا ۗ وَسِعَ رَبِّي كُلَّ شَيْءٍ عِلْمًا ۗ أَفَلَا تَتَذَكَّرُونَ
અને તેમની કોમના લોકો તકરાર કરવા લાગ્યા, તેમણે કહ્યું શું તમે અલ્લાહ વિશે મારી સાથે વિવાદ કરો છો, જો કે તેણે (અલ્લાહએ) મને સત્ય માર્ગદર્શન આપી દીધું છે અને હું તે વસ્તુઓથી, જેને તમે અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવો છો, નથી ડરતો, હાં જો મારો પાલનહાર જ કોઇ આદેશ આપવા ઇચ્છે, મારો પાલનહાર દરેક બાબતનું જ્ઞાન ધરાવે છે, શું તમે તો પણ વિચારતા નથી
وَكَيْفَ أَخَافُ مَا أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُمْ بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ عَلَيْكُمْ سُلْطَانًا ۚ فَأَيُّ الْفَرِيقَيْنِ أَحَقُّ بِالْأَمْنِ ۖ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ
અને હું તે વસ્તુથી કેવી રીતે ડરું, જેને તમે ભાગીદાર બનાવી છે, જો કે તમે તે વાતથી નથી ડરતા કે તમે લોકો અલ્લાહની સાથે એવી વસ્તુને ભાગીદાર ઠેરવી છે, જેના વિશે અલ્લાહ તઆલાએ કોઇ પૂરાવા અવતરિત નથી કર્યા, તો તે બન્ને જૂથો માંથી સલામતીનો વધારે હકદાર કોણ છે ? જો તમે જાણતા હોવ
الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُمْ بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُمْ مُهْتَدُونَ
જે લોકો ઈમાન ધરાવે છે અને પોતાના ઈમાનની સાથે શિર્કને ભેગા નથી કરતા, આવા જ લોકો માટે સલામતી છે, અને તે જ સત્ય માર્ગ પર ચાલી રહ્યા છે
وَتِلْكَ حُجَّتُنَا آتَيْنَاهَا إِبْرَاهِيمَ عَلَىٰ قَوْمِهِ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَنْ نَشَاءُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
અને આ અમારો પૂરાવો હતો, તે અમે ઇબ્રાહીમ (અ.સ.) ને તેમની કોમ માટે આપ્યો હતો, અમે જેને ઇચ્છીએ છીએ, દરજ્જા માં વધારો કરીએ છીએ, નિ:શંક તમારો પાલનહાર ખૂબ જ હિકમતવાળો, ખૂબ જ જાણનાર છે

Choose other languages: