Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #59 Translated in Gujarati

وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلِتَسْتَبِينَ سَبِيلُ الْمُجْرِمِينَ
આવી જ રીતે અમે આયતોને સ્પષ્ટ કરતા રહીએ છીએ જેથી પાપીઓનો માર્ગ જાહેર થઇ જાય
قُلْ إِنِّي نُهِيتُ أَنْ أَعْبُدَ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ ۚ قُلْ لَا أَتَّبِعُ أَهْوَاءَكُمْ ۙ قَدْ ضَلَلْتُ إِذًا وَمَا أَنَا مِنَ الْمُهْتَدِينَ
તમે કહી દો કે મને તેનાથી રોકવામાં આવ્યો છે કે તેઓની બંદગી કરું જેમને તમે અલ્લાહ તઆલા સિવાય બીજાને પોકારો છો, તમે કહી દો કે હું તમારી મનેચ્છાઓનું અનુસરણ નહીં કરું, કારણકે આ સ્થિતિમાં તો હું પથભ્રષ્ટ થઇ જઇશ, અને સત્ય માર્ગ પર ચાલનારાઓ માંથી નહીં રહું
قُلْ إِنِّي عَلَىٰ بَيِّنَةٍ مِنْ رَبِّي وَكَذَّبْتُمْ بِهِ ۚ مَا عِنْدِي مَا تَسْتَعْجِلُونَ بِهِ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۖ يَقُصُّ الْحَقَّ ۖ وَهُوَ خَيْرُ الْفَاصِلِينَ
તમે કહી દો કે મારી પાસે તો મારા પાલનહાર તરફથી એક પૂરાવો છે, પરંતુ તમે તેને જુઠલાવો છો, જે વસ્તુ વિશે તમે ઉતાવળ કરી રહ્યા છો, તે મારી પાસે નથી, અલ્લાહ સિવાય કોઇનો આદેશ નથી ચાલતો, અલ્લાહ તઆલા ખરેખર સત્ય વાતને જણાવી દે છે અને સૌથી સારો નિર્ણય કરનાર તે જ છે
قُلْ لَوْ أَنَّ عِنْدِي مَا تَسْتَعْجِلُونَ بِهِ لَقُضِيَ الْأَمْرُ بَيْنِي وَبَيْنَكُمْ ۗ وَاللَّهُ أَعْلَمُ بِالظَّالِمِينَ
તમે કહી દો કે જો મારી પાસે તે વસ્તુ હોત જેની તમે માંગણી કરી રહ્યા છો, તો મારી અને તમારી વચ્ચે નિર્ણય થઈ જાત અને અત્યાચારીઓને અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણે છે
وَعِنْدَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِي الْبَرِّ وَالْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِنْ وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِي ظُلُمَاتِ الْأَرْضِ وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ إِلَّا فِي كِتَابٍ مُبِينٍ
અને અલ્લાહ તઆલા પાસે જ છે અદૃશ્યની ચાવીઓ (ખજાનો), અલ્લાહ સિવાય તેને કોઇ નથી જાણતું અને તે દરેક વસ્તુઓને જાણે છે, જે કંઈ ધરતીમાં છે અને જે કંઈ સમુદ્રમાં છે અને કોઇ પાંદડું એવું નથી પડતું જેને તે જાણતો ન હોય અને કોઇ દાણો ધરતીના અંધકારમાં અને ન કોઇ ભીની અને ન કોઇ સૂકી વસ્તુ છે, સાચે જ આ બધું જ ખુલ્લી કિતાબમાં લખેલ છે

Choose other languages: