Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #52 Translated in Gujarati

وَمَا نُرْسِلُ الْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنْذِرِينَ ۖ فَمَنْ آمَنَ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
અને અમે પયગંબરોને ફક્ત તે કારણે મોકલીએ છીએ કે, તે ખુશખબર આપે અને સચેત કરે, પછી જે લોકો ઈમાન લઇ આવે અને સુધારો કરી લે, તે લોકોને કોઇ ભય નહીં હોય અને ન તો તેઓ નિરાશ થશે
وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا يَمَسُّهُمُ الْعَذَابُ بِمَا كَانُوا يَفْسُقُونَ
અને જે લોકો અમારી આયતોને જુઠલાવે, તેઓ ઉપર યાતના આવી પહોંચશે, એટલા માટે કે તેઓ અવજ્ઞા કરતા હતા
قُلْ لَا أَقُولُ لَكُمْ عِنْدِي خَزَائِنُ اللَّهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ لَكُمْ إِنِّي مَلَكٌ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ ۚ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ ۚ أَفَلَا تَتَفَكَّرُونَ
તમે કહી દો કે ન તો હું તમને એવું કહું છું કે મારી પાસે અલ્લાહના ખજાના છે અને ન તો હું અદૃશ્ય (ની વાતો) જાણું છું અને ન તો હું તમને એવું કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફકત જે મારી પાસે વહી આવે છે તેનું અનુસરણ કરું છું, તમે કહી દો કે શું આંધળો અને જોનારો બન્ને સમાન હોઇ શકે છે ? તો શું તમે ચિંતન નથી કરતા
وَأَنْذِرْ بِهِ الَّذِينَ يَخَافُونَ أَنْ يُحْشَرُوا إِلَىٰ رَبِّهِمْ ۙ لَيْسَ لَهُمْ مِنْ دُونِهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ لَعَلَّهُمْ يَتَّقُونَ
અને એવા લોકોને સચેત કરો, જેઓ તે વાતની ખાતરી રાખે છે કે પોતાના પાલનહાર પાસે એવી સ્થિતિમાં ભેગા કરવામાં આવીશું કે અલ્લાહ સિવાય જેટલા પૂજ્યો છે, ન કોઇ તેઓની મદદ કરશે અને ન તો કોઇ ભલામણ કરશે, આ આશા પર કે તેઓ ડરી જાય
وَلَا تَطْرُدِ الَّذِينَ يَدْعُونَ رَبَّهُمْ بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ ۖ مَا عَلَيْكَ مِنْ حِسَابِهِمْ مِنْ شَيْءٍ وَمَا مِنْ حِسَابِكَ عَلَيْهِمْ مِنْ شَيْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُونَ مِنَ الظَّالِمِينَ
અને તે લોકોને ન કાઢો, જે સવાર-સાંજ પોતાના પાલનહારની બંદગી કરે છે, ફક્ત તેની પ્રસન્નતાનો હેતુ રાખે છે, તેઓનો હિસાબ થોડોક પણ તમારા વિશે નથી અને તમારો હિસાબ થોડોક પણ તેઓના વિશે નથી, કે તમે તેઓને કાઢી મૂકો, નહીં તો તમે અત્યાચાર કરવાવાળાઓ માંથી થઇ જશો

Choose other languages: