Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #55 Translated in Gujarati

وَأَنْذِرْ بِهِ الَّذِينَ يَخَافُونَ أَنْ يُحْشَرُوا إِلَىٰ رَبِّهِمْ ۙ لَيْسَ لَهُمْ مِنْ دُونِهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ لَعَلَّهُمْ يَتَّقُونَ
અને એવા લોકોને સચેત કરો, જેઓ તે વાતની ખાતરી રાખે છે કે પોતાના પાલનહાર પાસે એવી સ્થિતિમાં ભેગા કરવામાં આવીશું કે અલ્લાહ સિવાય જેટલા પૂજ્યો છે, ન કોઇ તેઓની મદદ કરશે અને ન તો કોઇ ભલામણ કરશે, આ આશા પર કે તેઓ ડરી જાય
وَلَا تَطْرُدِ الَّذِينَ يَدْعُونَ رَبَّهُمْ بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ ۖ مَا عَلَيْكَ مِنْ حِسَابِهِمْ مِنْ شَيْءٍ وَمَا مِنْ حِسَابِكَ عَلَيْهِمْ مِنْ شَيْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُونَ مِنَ الظَّالِمِينَ
અને તે લોકોને ન કાઢો, જે સવાર-સાંજ પોતાના પાલનહારની બંદગી કરે છે, ફક્ત તેની પ્રસન્નતાનો હેતુ રાખે છે, તેઓનો હિસાબ થોડોક પણ તમારા વિશે નથી અને તમારો હિસાબ થોડોક પણ તેઓના વિશે નથી, કે તમે તેઓને કાઢી મૂકો, નહીં તો તમે અત્યાચાર કરવાવાળાઓ માંથી થઇ જશો
وَكَذَٰلِكَ فَتَنَّا بَعْضَهُمْ بِبَعْضٍ لِيَقُولُوا أَهَٰؤُلَاءِ مَنَّ اللَّهُ عَلَيْهِمْ مِنْ بَيْنِنَا ۗ أَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِالشَّاكِرِينَ
અને આવી જ રીતે અમે કેટલાકની કેટલાક વડે કસોટી કરી રહ્યા છે, જેથી આ લોકો કહે, શું આ લોકો છે જેમના પર અમારા સૌ માંથી અલ્લાહ તઆલાએ કૃપા કરી છે, શું એવું નથી કે અલ્લાહ તઆલા આભાર વ્યક્ત કરનાર લોકોને ખૂબ સારી રીતે જાણે છે
وَإِذَا جَاءَكَ الَّذِينَ يُؤْمِنُونَ بِآيَاتِنَا فَقُلْ سَلَامٌ عَلَيْكُمْ ۖ كَتَبَ رَبُّكُمْ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۖ أَنَّهُ مَنْ عَمِلَ مِنْكُمْ سُوءًا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِنْ بَعْدِهِ وَأَصْلَحَ فَأَنَّهُ غَفُورٌ رَحِيمٌ
અને આ લોકો જ્યારે તમારી પાસે આવે, જેઓ અમારી આયતો પર ઈમાન રાખે છે, તો (એવું) કહી દો કે તમારા પર સલામતી છે, તમારા પાલનહારે કૃપા કરવી પોતાના શિરે નક્કી કરી લીધું છે, કે જે વ્યક્તિ તમારા માંથી ખરાબ કૃત્ય અજાણતાથી કરી બેસે, ત્યાર પછી તેઓ તૌબા કરી લે, અને સુધારો કરી લે, તો અલ્લાહ (ની એ ખૂબી છે કે તે) મોટો માફ કરનાર છે, ઘણો કૃપાળુ છે
وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلِتَسْتَبِينَ سَبِيلُ الْمُجْرِمِينَ
આવી જ રીતે અમે આયતોને સ્પષ્ટ કરતા રહીએ છીએ જેથી પાપીઓનો માર્ગ જાહેર થઇ જાય

Choose other languages: