Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #121 Translated in Gujarati

إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ مَنْ يَضِلُّ عَنْ سَبِيلِهِ ۖ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
નિ:શંક તમારો પાલનહાર તેઓને ખૂબ સારી રીતે જાણે છે, જે તેના માર્ગથી હટી જાય છે. અને તે તેઓને પણ ખૂબ સારી રીતે જાણે છે જે લોકો તેના માર્ગ પર ચાલે છે
فَكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ إِنْ كُنْتُمْ بِآيَاتِهِ مُؤْمِنِينَ
તો જે જાનવર પર અલ્લાહનું નામ લેવામાં આવે તેને ખાઓ, જો તમે તેના આદેશો પર ઈમાન ધરાવતા હોવ
وَمَا لَكُمْ أَلَّا تَأْكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ وَقَدْ فَصَّلَ لَكُمْ مَا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ ۗ وَإِنَّ كَثِيرًا لَيُضِلُّونَ بِأَهْوَائِهِمْ بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِالْمُعْتَدِينَ
અને શું કારણ છે કે તમે તે જાનવરને ન ખાઓ, જેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, જો કે અલ્લાહ તઆલાએ તે દરેક જાનવરોનું વર્ણન કરી દીધું છે, જેને તમારા પર હરામ કર્યું છે, પરંતુ અનિવાર્ય સંજોગોમાં હલાલ છે (એટલે કે ખાઇ શકો છો) અને આ ચોક્કસ વાત છે કે ઘણા લોકો પોતાના વિચારો પર કોઇ પુરાવા વગર લોકોને પથભ્રષ્ટ કરે છે, તેમાં કોઇ શંકા નથી કે અલ્લાહ તઆલા હદ વટાવી દેનારાઓને ખૂબ સારી રીતે જાણે છે
وَذَرُوا ظَاهِرَ الْإِثْمِ وَبَاطِنَهُ ۚ إِنَّ الَّذِينَ يَكْسِبُونَ الْإِثْمَ سَيُجْزَوْنَ بِمَا كَانُوا يَقْتَرِفُونَ
અને તમે ખુલ્લા અને છૂપા પાપોને છોડી દો, નિ:શંક જે લોકો પાપ કરી રહ્યા છે, તેઓને તેઓના કાર્યોની નજીક માંજ સજા મળશે
وَلَا تَأْكُلُوا مِمَّا لَمْ يُذْكَرِ اسْمُ اللَّهِ عَلَيْهِ وَإِنَّهُ لَفِسْقٌ ۗ وَإِنَّ الشَّيَاطِينَ لَيُوحُونَ إِلَىٰ أَوْلِيَائِهِمْ لِيُجَادِلُوكُمْ ۖ وَإِنْ أَطَعْتُمُوهُمْ إِنَّكُمْ لَمُشْرِكُونَ
અને એવા જાનવરો ન ખાઓ, જે અલ્લાહના નામ પર (ઝબહ) કરવામાં ન આવ્યા હોય, આ કાર્ય અવજ્ઞા છે અને ખરેખર શેતાન પોતાના મિત્રોના હૃદયોમાં નાખે છે, જેથી આ લોકો તમારી સાથે ઝઘડો કરે અને જો તમે તેઓનું અનુસરણ કરવા લાગો તો, ખરેખર તમે મુશરિક થઇ જશો

Choose other languages: