Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #61 Translated in Gujarati

وَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ
પરંતુ ઇમાનવાળાઓ અને સદકાર્ય કરવાવાળાઓને અલ્લાહ તઆલા તેઓનું ફળ પુરેપુરૂ આપશે અને અલ્લાહ તઆલા અત્યાચારીઓને મોહબ્બત નથી કરતો
ذَٰلِكَ نَتْلُوهُ عَلَيْكَ مِنَ الْآيَاتِ وَالذِّكْرِ الْحَكِيمِ
આ જે અમે તમારી સમક્ષ પઢી રહ્યા છે આયતો છે અને હિકમતથી ભરેલી શિખામણો છે
إِنَّ مَثَلَ عِيسَىٰ عِنْدَ اللَّهِ كَمَثَلِ آدَمَ ۖ خَلَقَهُ مِنْ تُرَابٍ ثُمَّ قَالَ لَهُ كُنْ فَيَكُونُ
અલ્લાહ તઆલાની પાસે ઇસા (અ.સ.)નું ઉદાહરણ આદમ (અ.સ.) જેવું જ છે, જેમને માટીથી બનાવી કહી દીધું કે થઇ જા બસ ! તે થઇ ગયા
الْحَقُّ مِنْ رَبِّكَ فَلَا تَكُنْ مِنَ الْمُمْتَرِينَ
તારા પાલનહાર તરફથી સત્ય આ જ છે, ખબરદાર શંકા કરવાવાળાઓ માંથી ન થઇ જતા
فَمَنْ حَاجَّكَ فِيهِ مِنْ بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ أَبْنَاءَنَا وَأَبْنَاءَكُمْ وَنِسَاءَنَا وَنِسَاءَكُمْ وَأَنْفُسَنَا وَأَنْفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَلْ لَعْنَتَ اللَّهِ عَلَى الْكَاذِبِينَ
એટલા માટે જે વ્યક્તિ તમારી પાસે આ જ્ઞાન આવી ગયા છતાં પણ તમારી સાથે આ બાબતે ઝઘડો કરે તો તમે કહી દો કે આવો ! અમે અને તમે પોત પોતાના સંતાનોને તથા અમે અને તમે પોત-પોતાની સ્ત્રીઓને તથા અમે અને તમે પોત-પોતાના જીવોને ખાસ કરીને બોલાવી લઇએ, પછી આપણે નમ્રતાથી દરખાસ્ત કરીએ અને જૂઠાઓ પર અલ્લાહની લઅનત (ફીટકાર) કરીએ

Choose other languages: