Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #59 Translated in Gujarati

إِذْ قَالَ اللَّهُ يَا عِيسَىٰ إِنِّي مُتَوَفِّيكَ وَرَافِعُكَ إِلَيَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِينَ كَفَرُوا وَجَاعِلُ الَّذِينَ اتَّبَعُوكَ فَوْقَ الَّذِينَ كَفَرُوا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۖ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأَحْكُمُ بَيْنَكُمْ فِيمَا كُنْتُمْ فِيهِ تَخْتَلِفُونَ
જ્યારે અલ્લાહ તઆલાએ કહ્યું કે હે ઇસા ! હું તમને પુરે પુરો લેવાનો છું અને તને મારી તરફ ઉઠાવી લઇશ અને તને ઇન્કારીઓથી પવિત્ર કરીશ અને તારૂ અનુસરણ કરનારાઓને ઇન્કારીઓ પર વિજય આપીશ, કયામતના દિવસ સુધી, પછી તમારે દરેકે મારી જ તરફ પાછા ફરવાનું છે, હું જ તમારા અંદર અંદરના મતભેદોનો ફેસલો કરીશ
فَأَمَّا الَّذِينَ كَفَرُوا فَأُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُمْ مِنْ نَاصِرِينَ
પછી ઇન્કારીઓને તો હું દૂનિયા અને આખેરતમાં સખત યાતના આપવાનો છું, અને તેઓની મદદ કરનાર કોઇ નહી હોય
وَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ
પરંતુ ઇમાનવાળાઓ અને સદકાર્ય કરવાવાળાઓને અલ્લાહ તઆલા તેઓનું ફળ પુરેપુરૂ આપશે અને અલ્લાહ તઆલા અત્યાચારીઓને મોહબ્બત નથી કરતો
ذَٰلِكَ نَتْلُوهُ عَلَيْكَ مِنَ الْآيَاتِ وَالذِّكْرِ الْحَكِيمِ
આ જે અમે તમારી સમક્ષ પઢી રહ્યા છે આયતો છે અને હિકમતથી ભરેલી શિખામણો છે
إِنَّ مَثَلَ عِيسَىٰ عِنْدَ اللَّهِ كَمَثَلِ آدَمَ ۖ خَلَقَهُ مِنْ تُرَابٍ ثُمَّ قَالَ لَهُ كُنْ فَيَكُونُ
અલ્લાહ તઆલાની પાસે ઇસા (અ.સ.)નું ઉદાહરણ આદમ (અ.સ.) જેવું જ છે, જેમને માટીથી બનાવી કહી દીધું કે થઇ જા બસ ! તે થઇ ગયા

Choose other languages: