Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #45 Translated in Gujarati

قَالَ رَبِّ اجْعَلْ لِي آيَةً ۖ قَالَ آيَتُكَ أَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَةَ أَيَّامٍ إِلَّا رَمْزًا ۗ وَاذْكُرْ رَبَّكَ كَثِيرًا وَسَبِّحْ بِالْعَشِيِّ وَالْإِبْكَارِ
કહેવા લાગ્યા કે પાલનહાર ! મારા માટે આની કોઇ નિશાની નક્કી કરી દેં, કહ્યું નિશાની એ છે કે ત્રણ દિવસ સુધી તમે લોકો સાથે વાત નહી કરી શકો, ફકત ઇશારાથી સમજાવશો, તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ વધારે કરો અને સવાર-સાંજ તેના જ નામનું સ્મરણ કરતા રહો
وَإِذْ قَالَتِ الْمَلَائِكَةُ يَا مَرْيَمُ إِنَّ اللَّهَ اصْطَفَاكِ وَطَهَّرَكِ وَاصْطَفَاكِ عَلَىٰ نِسَاءِ الْعَالَمِينَ
અને જ્યારે ફરિશ્તાઓએ કહ્યું હે મરયમ ! અલ્લાહ તઆલાએ તમને ચુંટી લીધા અને તમને પવિત્ર કરી દીધા અને સમ્રગ સૃષ્ટિની સ્ત્રીઓ માંથી તમને ચુંટી લીધા
يَا مَرْيَمُ اقْنُتِي لِرَبِّكِ وَاسْجُدِي وَارْكَعِي مَعَ الرَّاكِعِينَ
હે મરયમ ! તમે પોતાના પાલનહારની બંદગી કરો અને સિજદો કરો અને રૂકુઅ કરવાવાળા સાથે રૂકુઅ કરો
ذَٰلِكَ مِنْ أَنْبَاءِ الْغَيْبِ نُوحِيهِ إِلَيْكَ ۚ وَمَا كُنْتَ لَدَيْهِمْ إِذْ يُلْقُونَ أَقْلَامَهُمْ أَيُّهُمْ يَكْفُلُ مَرْيَمَ وَمَا كُنْتَ لَدَيْهِمْ إِذْ يَخْتَصِمُونَ
આ અદ્રશ્યની વાતો માંથી છે, જેને અમે તમારી તરફ વહી દ્વારા પહોંચાડીએ છીએ, તમે તેઓની પાસે ન હતા જ્યારે કે તેઓ પોતાની કલમ નાખી રહ્યા હતા કે મરયમને આમાંથી કોણ પામશે ? અને ન તો તેઓના ઝગડા વખતે તમે ત્યાં હતા
إِذْ قَالَتِ الْمَلَائِكَةُ يَا مَرْيَمُ إِنَّ اللَّهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِنْهُ اسْمُهُ الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ وَجِيهًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمِنَ الْمُقَرَّبِينَ
જ્યારે ફરિશ્તાઓએ કહ્યું કે હે મરયમ ! અલ્લાહ તઆલા તમને પોતાના એક કલ્માની શુભસુચના આપી રહ્યો છે, જેનું નામ મસીહ, મરયમના દીકરા ઇસા છે, જે દુનિયા અને આખેરત (પરલોક) માં ઇઝઝતવાળા છે અને તે મારા પસંદ કરેલાઓમાંથી છે

Choose other languages: