Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #174 Translated in Gujarati

فَرِحِينَ بِمَا آتَاهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ وَيَسْتَبْشِرُونَ بِالَّذِينَ لَمْ يَلْحَقُوا بِهِمْ مِنْ خَلْفِهِمْ أَلَّا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
અલ્લાહ તઆલાએ પોતાની કૃપા જે તેઓને આપી રાખી છે તેનાથી ઘણા ખુશ છે અને ખુશી વ્યકત કરી રહ્યા છે, તે લોકો (શહીદો) વિશે જેઓ (મુસલમાનો) હજુ સુધી તેઓ (શહીદો) ને નથી મળ્યા, તેઓ (શહીદો) ની પાછળ છે, તેઓ (શહીદો) ને ન કોઇ ભય છે અને ન તો તેઓ ઉદાસ થશે
يَسْتَبْشِرُونَ بِنِعْمَةٍ مِنَ اللَّهِ وَفَضْلٍ وَأَنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُؤْمِنِينَ
તેઓ ખુશ થાય છે, અલ્લાહની નેઅમત અને કૃપાથી અને તેનાથી પણ કે અલ્લાહ તઆલા ઇમાનવાળાના વળતરને વ્યર્થ નથી કરતો
الَّذِينَ اسْتَجَابُوا لِلَّهِ وَالرَّسُولِ مِنْ بَعْدِ مَا أَصَابَهُمُ الْقَرْحُ ۚ لِلَّذِينَ أَحْسَنُوا مِنْهُمْ وَاتَّقَوْا أَجْرٌ عَظِيمٌ
જે લોકોએ ઘાયલ થયા પછી પણ અલ્લાહ અને પયગંબરના આદેશોને કબુલ કર્યા તેઓ માંથી જે લોકોએ સદકાર્ય કર્યા અને ડરવા લાગ્યા, તેઓ માટે પુષ્કળ પ્રમાણમાં વળતર છે
الَّذِينَ قَالَ لَهُمُ النَّاسُ إِنَّ النَّاسَ قَدْ جَمَعُوا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَانًا وَقَالُوا حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
તે લોકો જ્યારે તેમને લોકોએ કહ્યું કે ઇન્કારીઓએ તમારી સામે યુધ્ધ કરવા માટે લશ્કર ભેગું કરી દીધું છે તમે તેઓથી ભયભીત થાઓ, તો તે વાતે તેઓના ઇમાનમાં વધારો કરી દીધો અને કહેવા લાગ્યા અમને અલ્લાહ પુરતો છે અને તે ઘણો જ સારો રખેવાળ છે
فَانْقَلَبُوا بِنِعْمَةٍ مِنَ اللَّهِ وَفَضْلٍ لَمْ يَمْسَسْهُمْ سُوءٌ وَاتَّبَعُوا رِضْوَانَ اللَّهِ ۗ وَاللَّهُ ذُو فَضْلٍ عَظِيمٍ
(પરીણામ એ આવ્યું કે) અલ્લાહની નેઅમત અને કૃપાની સાથે પરત ફર્યા, તેઓને કંઇ પણ તકલીફ ન પહોંચી, તેઓએ અલ્લાહ તઆલાની રજામંદીનું અનુસરણ કર્યું, અલ્લાહ ઘણો જ કૃપાળુ છે

Choose other languages: