Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #7 Translated in Gujarati

نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ الْقَصَصِ بِمَا أَوْحَيْنَا إِلَيْكَ هَٰذَا الْقُرْآنَ وَإِنْ كُنْتَ مِنْ قَبْلِهِ لَمِنَ الْغَافِلِينَ
અમે તમારી સમક્ષ ઉત્તમ વાણીનું વર્ણન કરીએ છીએ, એટલા માટે કે અમે તમારી તરફ આ કુરઆન વહી દ્વારા અવતરિત કર્યું છે અને ખરેખર તમે આ પહેલા અજાણ લોકો માંથી હતા
إِذْ قَالَ يُوسُفُ لِأَبِيهِ يَا أَبَتِ إِنِّي رَأَيْتُ أَحَدَ عَشَرَ كَوْكَبًا وَالشَّمْسَ وَالْقَمَرَ رَأَيْتُهُمْ لِي سَاجِدِينَ
જ્યારે યૂસુફ (અ.સ.)એ પોતાના પિતાને કહ્યું કે પિતાજી ! મેં અગિયાર તારાઓ, સૂર્ય અને ચંદ્રને જોયા કે તે બધા મને સિજદો કરી રહ્યા છે
قَالَ يَا بُنَيَّ لَا تَقْصُصْ رُؤْيَاكَ عَلَىٰ إِخْوَتِكَ فَيَكِيدُوا لَكَ كَيْدًا ۖ إِنَّ الشَّيْطَانَ لِلْإِنْسَانِ عَدُوٌّ مُبِينٌ
યાકૂબ (અ.સ.)એ કહ્યું કે વ્હાલા દીકરા ! પોતાના આ સપનાનું વર્ણન પોતાના ભાઇઓ સમક્ષ ન કરીશ, એવું ન થાય કે તેઓ તારી સાથે કોઈ દગો કરે, શેતાન તો માનવીનો ખુલ્લો શત્રુ છે
وَكَذَٰلِكَ يَجْتَبِيكَ رَبُّكَ وَيُعَلِّمُكَ مِنْ تَأْوِيلِ الْأَحَادِيثِ وَيُتِمُّ نِعْمَتَهُ عَلَيْكَ وَعَلَىٰ آلِ يَعْقُوبَ كَمَا أَتَمَّهَا عَلَىٰ أَبَوَيْكَ مِنْ قَبْلُ إِبْرَاهِيمَ وَإِسْحَاقَ ۚ إِنَّ رَبَّكَ عَلِيمٌ حَكِيمٌ
અને આવી જ રીતે તને તારો પાલનહાર નિકટના લોકોમાં કરશે અને તને સમસ્યાઓના ઉકેલ (સપનાનું સ્પષ્ટીકરણ) પણ શિખવાડશે અને પોતાની ભરપૂર કૃપા તને આપશે અને યાકૂબ (અ.સ.)ના ઘરવાળાઓને પણ. જેવી રીતે કે તેણે આ પહેલા તમારા દાદા અને પરદાદા એટલે કે ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્હાક (અ.સ.) પર પણ ભરપૂર કૃપા કરી. ખરેખર તમારો પાલનહાર ખૂબ જ જ્ઞાની અને જબરદસ્ત હિકમતવાળો છે
لَقَدْ كَانَ فِي يُوسُفَ وَإِخْوَتِهِ آيَاتٌ لِلسَّائِلِينَ
નિ:શંક યૂસુફ (અ.સ.) અને તેમના ભાઇઓનો કિસ્સો જાણવાવાળાઓ માટે શિખામણ છે

Choose other languages: