Quran Apps in many lanuages:

Surah Saba Ayahs #43 Translated in Gujarati

قُلْ إِنَّ رَبِّي يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ لَهُ ۚ وَمَا أَنْفَقْتُمْ مِنْ شَيْءٍ فَهُوَ يُخْلِفُهُ ۖ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ
કહી દો ! કે મારો પાલનહાર પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે, તેના માટે રોજી પુષ્કળ આપે છે અને જેના માટે ઇચ્છે તંગ, તમે જે કંઈ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરશો, અલ્લાહ તેનો બદલો આપશે અને તે સૌથી શ્રેષ્ઠ રોજી આપનાર છે
وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ يَقُولُ لِلْمَلَائِكَةِ أَهَٰؤُلَاءِ إِيَّاكُمْ كَانُوا يَعْبُدُونَ
અને તે સૌને અલ્લાહ તે દિવસે ભેગા કરી ફરિશ્તાઓને પૂછશે કે શું આ લોકો તમારી બંદગી કરતા હતા
قَالُوا سُبْحَانَكَ أَنْتَ وَلِيُّنَا مِنْ دُونِهِمْ ۖ بَلْ كَانُوا يَعْبُدُونَ الْجِنَّ ۖ أَكْثَرُهُمْ بِهِمْ مُؤْمِنُونَ
તેઓ કહેશે કે તું પવિત્ર છે અને અમારો દોસ્ત તું જ છે, આ લોકો નહીં, પરંતુ આ લોકો જિન્નોની બંદગી કરતા હતા, તેમના માંથી વધારે પડતા લોકો તેમના પર જ ઈમાન ધરાવતા હતા
فَالْيَوْمَ لَا يَمْلِكُ بَعْضُكُمْ لِبَعْضٍ نَفْعًا وَلَا ضَرًّا وَنَقُولُ لِلَّذِينَ ظَلَمُوا ذُوقُوا عَذَابَ النَّارِ الَّتِي كُنْتُمْ بِهَا تُكَذِّبُونَ
બસ ! આજે તમારા માંથી કોઇ (પણ) કોઇના માટે ફાયદા અને નુકસાનનો અધિકાર નહીં ધરાવે અને અમે અત્યાચારી લોકોને કહી દઇશું કે તે આગનો સ્વાદ ચાખો, જેને તમે જુઠલાવતા રહ્યા
وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالُوا مَا هَٰذَا إِلَّا رَجُلٌ يُرِيدُ أَنْ يَصُدَّكُمْ عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُكُمْ وَقَالُوا مَا هَٰذَا إِلَّا إِفْكٌ مُفْتَرًى ۚ وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلْحَقِّ لَمَّا جَاءَهُمْ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُبِينٌ
અને જ્યારે તેમની સમક્ષ અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે, તો કહે છે કે આ એવો વ્યક્તિ છે જે તમને તમારા પૂર્વજોના પૂજ્યોથી રોકવા ઇચ્છે છે. (તે સિવાય કોઇ વાત નથી) અને કહે છે કે આ તો ઘડી કાઢેલું જુઠ છે અને સત્ય તેમની પાસે આવી ગયું તો પણ ઇન્કાર કરનારાઓ કહે છે કે આ તો ખુલ્લું જાદુ છે

Choose other languages: