Quran Apps in many lanuages:

Surah Saba Ayahs #19 Translated in Gujarati

لَقَدْ كَانَ لِسَبَإٍ فِي مَسْكَنِهِمْ آيَةٌ ۖ جَنَّتَانِ عَنْ يَمِينٍ وَشِمَالٍ ۖ كُلُوا مِنْ رِزْقِ رَبِّكُمْ وَاشْكُرُوا لَهُ ۚ بَلْدَةٌ طَيِّبَةٌ وَرَبٌّ غَفُورٌ
સબાની કોમ માટે પોતાની જગ્યાઓમાં નિશાની હતી, તેમની જમણી-ડાબી બાજુ બે બગીચા હતા, (અમે તેમને આદેશ આપ્યો હતો કે) પોતાના પાલનહારે આપેલી રોજી ખાઓ અને તેનો આભાર માનો, આ શ્રેષ્ઠ શહેર છે અને તે માફ કરનાર, પાલનહાર છે
فَأَعْرَضُوا فَأَرْسَلْنَا عَلَيْهِمْ سَيْلَ الْعَرِمِ وَبَدَّلْنَاهُمْ بِجَنَّتَيْهِمْ جَنَّتَيْنِ ذَوَاتَيْ أُكُلٍ خَمْطٍ وَأَثْلٍ وَشَيْءٍ مِنْ سِدْرٍ قَلِيلٍ
પરંતુ તે લોકોએ અવગણના કરી, તો અમે તેમના પર જળ-પ્રલય મોકલ્યો અને અમે તેમના બગીચાઓના બદલામાં બે (એવા) બગીચા આપ્યા, જેના ફળ કડવા અને ઝાઉ (એક પ્રકારનું વૃક્ષ) અને કેટલાક બોરડીના વૃક્ષો
ذَٰلِكَ جَزَيْنَاهُمْ بِمَا كَفَرُوا ۖ وَهَلْ نُجَازِي إِلَّا الْكَفُورَ
અમે તેમની કૃતઘ્નતા નો બદલો આવો આપ્યો, અમે સખત સજા ફક્ત કૃતધ્નીઓને આપીએ છીએ
وَجَعَلْنَا بَيْنَهُمْ وَبَيْنَ الْقُرَى الَّتِي بَارَكْنَا فِيهَا قُرًى ظَاهِرَةً وَقَدَّرْنَا فِيهَا السَّيْرَ ۖ سِيرُوا فِيهَا لَيَالِيَ وَأَيَّامًا آمِنِينَ
અને અમે તેમના અને તેમની વસ્તી વચ્ચે, જેમાં અમે બરકત આપી રાખી હતી, કેટલીક વસ્તી બીજી પણ હતી, જે રસ્તામાં આવતી હતી અને તેમાં હરવા-ફરવાના માર્ગો નક્કી કરી દીધા હતા, તેમાં રાત-દિવસ શાંતિપૂર્વક હરો-ફરો
فَقَالُوا رَبَّنَا بَاعِدْ بَيْنَ أَسْفَارِنَا وَظَلَمُوا أَنْفُسَهُمْ فَجَعَلْنَاهُمْ أَحَادِيثَ وَمَزَّقْنَاهُمْ كُلَّ مُمَزَّقٍ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِكُلِّ صَبَّارٍ شَكُورٍ
પરંતુ તે લોકોએ કહ્યું, કે હે અમારા પાલનહાર ! અમારી મુસાફરી દૂર-દૂર કરી દે, તે લોકોએ પોતે જ પોતાના હાથો વડે પોતાનું ખરાબ ઇચ્છયું, એટલા માટે અમે તેમને (પાછલા લોકોની જેમ) વિખેરી નાંખ્યા અને તેમના ટુકડે-ટુકડા કરી નાંખ્યા, નિ:શંક દરેક ધીરજવાન અને આભારી માટે આમાં ખૂબ શિખામણો છે

Choose other languages: