Quran Apps in many lanuages:

Surah Muhammad Ayahs #27 Translated in Gujarati

أُولَٰئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّهُ فَأَصَمَّهُمْ وَأَعْمَىٰ أَبْصَارَهُمْ
આ તે જ લોકો છે જેમના પર અલ્લાહ ની ફિટકાર છે અને જેમની સાંભળવાની અને જોવાની શક્તિ છીનવી લીધી છે
أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ أَمْ عَلَىٰ قُلُوبٍ أَقْفَالُهَا
શું આ કુરઆનમાં ચિંતન-મનન નથી કરતા ? અથવા તેઓના હૃદયો પર તાળા વાગી ગયા છે
إِنَّ الَّذِينَ ارْتَدُّوا عَلَىٰ أَدْبَارِهِمْ مِنْ بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْهُدَى ۙ الشَّيْطَانُ سَوَّلَ لَهُمْ وَأَمْلَىٰ لَهُمْ
જે લોકોએ સત્ય માર્ગ સ્પષ્ટ થઇ ગયા પછી પણ પીઠ બતાવી, નિ:શંક શૈતાને (તેમનો માર્ગ) તેઓ માટે ભવ્ય બનાવી દીધો અને તેઓને ઢીલ આપવામાં આવી છે
ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لِلَّذِينَ كَرِهُوا مَا نَزَّلَ اللَّهُ سَنُطِيعُكُمْ فِي بَعْضِ الْأَمْرِ ۖ وَاللَّهُ يَعْلَمُ إِسْرَارَهُمْ
આ એટલા માટે કે તેઓએ તે લોકોથી જેમણે અલ્લાહએ અવતરિત કરેલ વહી ને ખરાબ જાણી, એવું કહ્યું કે અમે પણ નજીકમાંજ કેટલાક કાર્યોમાં તમારૂ કહેવું માનીશુ અને અલ્લાહ તેઓની છુપી વાતોને ખુબ સારી રીતે જાણે છે
فَكَيْفَ إِذَا تَوَفَّتْهُمُ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ
બસ ! (મૃત્યુ ના સમયે તેઓની દશા) કેવી હશે, જ્યારે કે ફરિશ્તાઓ તેઓના પ્રાણ કાઢતા તેઓના મૂખો અને કમરો ઉપર મારશે

Choose other languages: