Quran Apps in many lanuages:

Surah Muhammad Ayahs #21 Translated in Gujarati

وَالَّذِينَ اهْتَدَوْا زَادَهُمْ هُدًى وَآتَاهُمْ تَقْوَاهُمْ
અને જે લોકો સત્ય માર્ગ ઉપર છે, અલ્લાહએ તેઓને સત્ય માર્ગ પર વધારે જમાવી દીધા અને તેઓને તેમની સંયમતા પ્રદાન કરી
فَهَلْ يَنْظُرُونَ إِلَّا السَّاعَةَ أَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۖ فَقَدْ جَاءَ أَشْرَاطُهَا ۚ فَأَنَّىٰ لَهُمْ إِذَا جَاءَتْهُمْ ذِكْرَاهُمْ
તો શું આ લોકો કયામતના દિવસની પ્રતિક્ષા કરી રહ્યા છે કે તે (દિવસ) તેમની પાસે અચાનક આવી જાય, નિ:શંક તેની નિશાનીઓ તો આવી પહોંચી છે, પછી જ્યારે તેઓ પાસે કયામત આવી પહોંચશે ત્યારે તેઓને શિખામણ આપવામાં નહી આવે
فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنْبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَاللَّهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوَاكُمْ
તો (હે પયગંબર) તમે માની લો (જાણી લો) કે અલ્લાહ સિવાય કોઇ બંદગીને લાયક નથી અને પોતાના ગુનાહોની ક્ષમા માંગતા રહો અને ઇમાનવાળા પુરૂષો અને ઇમાનવાળી સ્ત્રીઓના માટે પણ, અલ્લાહ તઆલા તમારા લોકોની આવવા-જવા અને રહેઠાણને ખુબ સારી રીતે જાણે છે
وَيَقُولُ الَّذِينَ آمَنُوا لَوْلَا نُزِّلَتْ سُورَةٌ ۖ فَإِذَا أُنْزِلَتْ سُورَةٌ مُحْكَمَةٌ وَذُكِرَ فِيهَا الْقِتَالُ ۙ رَأَيْتَ الَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ يَنْظُرُونَ إِلَيْكَ نَظَرَ الْمَغْشِيِّ عَلَيْهِ مِنَ الْمَوْتِ ۖ فَأَوْلَىٰ لَهُمْ
અને જે લોકો ઇમાન લાવ્યા તે કહે છે કોઇ સૂરહ કેમ અવતરિત કરવામાં નથી આવી ? પછી જ્યારે કોઇ સ્પષ્ટ સૂરહ અવતરિત કરવામાં આવે છે અને તેમાં લડાઇનો ઉલ્લેખ કરવામાં આવે છે તો તમે જૂઓ છો કે જેલોકોના હૃદયોમાં બિમારી છે તેઓ તમારી તરફ એવી રીતે જૂએ છે જેવી રીતે મૃત્યુ ના સમયે જોવામાં આવતી નઝર, બસ ! ખુબ જ સારૂ હતું તેઓ માટે
طَاعَةٌ وَقَوْلٌ مَعْرُوفٌ ۚ فَإِذَا عَزَمَ الْأَمْرُ فَلَوْ صَدَقُوا اللَّهَ لَكَانَ خَيْرًا لَهُمْ
આદેશનું અનુસરણ કરવું અને સારી વાત કહેવી, પછી જ્યારે કામ નક્કી થઇ જાય તો જો અલ્લાહના આદેશોને આધિન રહ્યા તો તેઓ માટે સારૂ છે

Choose other languages: