Quran Apps in many lanuages:

Surah Hud Ayahs #102 Translated in Gujarati

يَقْدُمُ قَوْمَهُ يَوْمَ الْقِيَامَةِ فَأَوْرَدَهُمُ النَّارَ ۖ وَبِئْسَ الْوِرْدُ الْمَوْرُودُ
તે તો કયામતના દિવસે પોતાની કોમ સામે આવી તે દરેકને જહન્નમમાં લઇ જશે, તે ઘણી જ ખરાબ ખીણ છે જેના પર તેઓને લાવવામાં આવશે
وَأُتْبِعُوا فِي هَٰذِهِ لَعْنَةً وَيَوْمَ الْقِيَامَةِ ۚ بِئْسَ الرِّفْدُ الْمَرْفُودُ
તેમના પર તો આ દુનિયામાં પણ લઅનત (ફિટકાર) નાખી દીધી અને કયામતના દિવસે પણ, ખરાબ ઇનામ છે જે તેઓને આપવામાં આવશે
ذَٰلِكَ مِنْ أَنْبَاءِ الْقُرَىٰ نَقُصُّهُ عَلَيْكَ ۖ مِنْهَا قَائِمٌ وَحَصِيدٌ
વસ્તીઓની આ કેટલીક જાણકારી જેનું અમે તમારી સમક્ષ વર્ણન કરી રહ્યા છે તેમાંથી તો કેટલીક હાજર છે અને કેટલાક (ની ઊપજો) કપાઇ ગઇ છે
وَمَا ظَلَمْنَاهُمْ وَلَٰكِنْ ظَلَمُوا أَنْفُسَهُمْ ۖ فَمَا أَغْنَتْ عَنْهُمْ آلِهَتُهُمُ الَّتِي يَدْعُونَ مِنْ دُونِ اللَّهِ مِنْ شَيْءٍ لَمَّا جَاءَ أَمْرُ رَبِّكَ ۖ وَمَا زَادُوهُمْ غَيْرَ تَتْبِيبٍ
અમે તેમના પર કંઈ પણ અત્યાચાર નથી કર્યો પરંતુ તેમણે જ પોતે પોતાના પર અત્યાચાર કર્યો અને તેમને તેમના પૂજ્યોએ કંઈ ફાયદો ન પહોંચાડયો જેમને તેઓ અલ્લાહ સિવાય પોકારી રહ્યા હતા, જ્યારે તમારા પાલનહારનો આદેશ આવી ગયો પરંતુ તેમણે તેમનામાં નુકસાનમાં વધારો કરી દીધો
وَكَذَٰلِكَ أَخْذُ رَبِّكَ إِذَا أَخَذَ الْقُرَىٰ وَهِيَ ظَالِمَةٌ ۚ إِنَّ أَخْذَهُ أَلِيمٌ شَدِيدٌ
તમારા પાલનહારની પકડની આ જ રીત છે, કે તે વસ્તીઓના રહેવાસી માંથી અત્યાચારીઓને પકડે છે, નિ:શંક તેની પકડ દુ:ખ આપનારી અને ખૂબ જ સખત છે

Choose other languages: