Quran Apps in many lanuages:

Surah Hud Ayahs #52 Translated in Gujarati

قِيلَ يَا نُوحُ اهْبِطْ بِسَلَامٍ مِنَّا وَبَرَكَاتٍ عَلَيْكَ وَعَلَىٰ أُمَمٍ مِمَّنْ مَعَكَ ۚ وَأُمَمٌ سَنُمَتِّعُهُمْ ثُمَّ يَمَسُّهُمْ مِنَّا عَذَابٌ أَلِيمٌ
કહેવામાં આવ્યું કે હે નૂહ ! અમારા તરફથી શાંતિ અને તે કૃપાઓ લઇ ઊતર જે તારા માટે છે અને તારા સિવાય ઘણા લોકો માટે, અને ઘણા તે જૂથો હશે જેને અમે લાભ તો જરૂર પહોંચાડીશું, પછી તેમના પર અમારા તરફથી દુ:ખદાયી યાતના પહોંચશે
تِلْكَ مِنْ أَنْبَاءِ الْغَيْبِ نُوحِيهَا إِلَيْكَ ۖ مَا كُنْتَ تَعْلَمُهَا أَنْتَ وَلَا قَوْمُكَ مِنْ قَبْلِ هَٰذَا ۖ فَاصْبِرْ ۖ إِنَّ الْعَاقِبَةَ لِلْمُتَّقِينَ
આ જાણકારી અદૃશ્યની વાતો માંથી છે, જેની વહી અમે તમારી તરફ કરીએ છીએ, તેને આ પહેલા ન તમે જાણતા હતા અને ન તો તમારી કોમ, એટલા માટે ધીરજ રાખો, નિ:શંક સારું પરિણામ ડરવાવાળાઓ માટે જ છે
وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ إِنْ أَنْتُمْ إِلَّا مُفْتَرُونَ
અને આદની કોમ તરફ તેમના ભાઇ હૂદ (અ.સ.)ને અમે મોકલ્યા, તેમણે કહ્યું મારી કોમના લોકો ! અલ્લાહની જ બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી, તમે તો ફકત આરોપ લગાવી રહ્યા છો
يَا قَوْمِ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى الَّذِي فَطَرَنِي ۚ أَفَلَا تَعْقِلُونَ
હે મારી કોમના લોકો ! આના બદલામાં હું તમારી પાસે કોઈ વળતર નથી માગતો, મારું વળતર તેના શિરે છે જેણે મારું સર્જન કર્યું, તો પણ તમે બુદ્ધિનો ઉપયોગ નથી કરતા
وَيَا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُمْ مِدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِينَ
હે મારી કોમના લોકો ! તમે પોતાના પાલનહાર પાસે પોતાના પાપોની માફી માગો અને તેના દરબારમાં તૌબા કરો, જેથી તે તમારા પર વરસનારા વાદળો મોકલી દે. અને તમારી તાકાતમાં પણ વધારો કરી દે. અને તમે પાપો કર્યા પછી (તૌબા કરવાથી) મોઢું ન ફેરવો

Choose other languages: