Quran Apps in many lanuages:

Surah Hud Ayahs #23 Translated in Gujarati

الَّذِينَ يَصُدُّونَ عَنْ سَبِيلِ اللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا وَهُمْ بِالْآخِرَةِ هُمْ كَافِرُونَ
જે અલ્લાહના માર્ગથી રોકે છે અને તેમાં ખામી શોધે છે આ જ લોકો આખેરતનો ઇન્કાર કરનારા છે
أُولَٰئِكَ لَمْ يَكُونُوا مُعْجِزِينَ فِي الْأَرْضِ وَمَا كَانَ لَهُمْ مِنْ دُونِ اللَّهِ مِنْ أَوْلِيَاءَ ۘ يُضَاعَفُ لَهُمُ الْعَذَابُ ۚ مَا كَانُوا يَسْتَطِيعُونَ السَّمْعَ وَمَا كَانُوا يُبْصِرُونَ
ન આ લોકો દુનિયામાં અલ્લાહને હરાવી શક્યા અને અલ્લાહ સિવાય તેમની મદદ કરનાર કોઈ નથી. તેમના માટે સજા બમણી કરવામાં આવશે, ન આ લોકો સાંભળવાની શક્તિ ધરાવતા હતા અને ન જોતા હતા
أُولَٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَفْتَرُونَ
આ જ તે લોકો છે જેમણે પોતે જ પોતાનું નુકસાન કરી લીધું અને તે બધું જ તેમનાથી ખોવાઇ ગયું જે તેમણે ઘડી કાઢ્યું હતું
لَا جَرَمَ أَنَّهُمْ فِي الْآخِرَةِ هُمُ الْأَخْسَرُونَ
નિ:શંક આ લોકો જ આખેરતમાં નુકસાન ઉઠાવનારા હશે
إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَخْبَتُوا إِلَىٰ رَبِّهِمْ أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને તેમણે સત્કાર્યો કર્યા અને પોતાના પાલનહાર તરફ ઝૂકેલા રહ્યા, તે લોકો જ જન્નતમાં જનારા હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે

Choose other languages: