Quran Apps in many lanuages:

Surah Hud Ayahs #20 Translated in Gujarati

أُولَٰئِكَ الَّذِينَ لَيْسَ لَهُمْ فِي الْآخِرَةِ إِلَّا النَّارُ ۖ وَحَبِطَ مَا صَنَعُوا فِيهَا وَبَاطِلٌ مَا كَانُوا يَعْمَلُونَ
હાં, આ જ તે લોકો છે જેમના માટે આખેરતમાં આગ સિવાય કંઈ નથી અને જે કંઈ તેઓએ અહીંયા કર્યું હશે, ત્યાં બધું જ વ્યર્થ છે અને જે કંઈ તેમના કાર્યો હતા બધા જ નષ્ટ થઇ જશે
أَفَمَنْ كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِنْ رَبِّهِ وَيَتْلُوهُ شَاهِدٌ مِنْهُ وَمِنْ قَبْلِهِ كِتَابُ مُوسَىٰ إِمَامًا وَرَحْمَةً ۚ أُولَٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۚ وَمَنْ يَكْفُرْ بِهِ مِنَ الْأَحْزَابِ فَالنَّارُ مَوْعِدُهُ ۚ فَلَا تَكُ فِي مِرْيَةٍ مِنْهُ ۚ إِنَّهُ الْحَقُّ مِنْ رَبِّكَ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ
શું તે વ્યક્તિ, જે પોતાના પાલનહારની દલીલ પર હોય અને તેની સાથે અલ્લાહનો સાક્ષી હોય અને તેના પહેલા મૂસા (અ.સ.)ની કિતાબ (ની સાક્ષી આપે) જે કૃપા અને માર્ગદર્શન આપનારી છે, (બીજા જેવા હોઇ શકે છે ?) આ જ લોકો છે જેઓ આના પર ઇમાન રાખે છે અને દરેક સમૂદાયો માંથી જે કોઈ આનો ઇન્કાર કરે તેનું છેલ્લું ઠેકાણું જહન્નમ છે, બસ ! તમે તે (કિતાબ વિશે) કોઈ શંકામાં ન રહો, નિ:શંક આ તમારા પાલનહાર તરફથી સત્ય છે, પરંતુ વધારે પડતા લોકો ઇમાન નથી લાવતા
وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا ۚ أُولَٰئِكَ يُعْرَضُونَ عَلَىٰ رَبِّهِمْ وَيَقُولُ الْأَشْهَادُ هَٰؤُلَاءِ الَّذِينَ كَذَبُوا عَلَىٰ رَبِّهِمْ ۚ أَلَا لَعْنَةُ اللَّهِ عَلَى الظَّالِمِينَ
તેના કરતા વધારે અત્યાચારી કોણ હોઇ શકે છે જે અલ્લાહ પર જૂઠાણું બાંધે ? આ લોકો પોતાના પાલનહારની સમક્ષ રજૂ કરવામાં આવશે અને દરેક સાક્ષીઓ કહેશે કે આ તે લોકો છે જેમણે પોતાના પાલનહાર પર જુઠ ઘડયું, ખબરદાર ! અલ્લાહની લઅનત (ફિટકાર) છે અત્યાચારીઓ માટે
الَّذِينَ يَصُدُّونَ عَنْ سَبِيلِ اللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا وَهُمْ بِالْآخِرَةِ هُمْ كَافِرُونَ
જે અલ્લાહના માર્ગથી રોકે છે અને તેમાં ખામી શોધે છે આ જ લોકો આખેરતનો ઇન્કાર કરનારા છે
أُولَٰئِكَ لَمْ يَكُونُوا مُعْجِزِينَ فِي الْأَرْضِ وَمَا كَانَ لَهُمْ مِنْ دُونِ اللَّهِ مِنْ أَوْلِيَاءَ ۘ يُضَاعَفُ لَهُمُ الْعَذَابُ ۚ مَا كَانُوا يَسْتَطِيعُونَ السَّمْعَ وَمَا كَانُوا يُبْصِرُونَ
ન આ લોકો દુનિયામાં અલ્લાહને હરાવી શક્યા અને અલ્લાહ સિવાય તેમની મદદ કરનાર કોઈ નથી. તેમના માટે સજા બમણી કરવામાં આવશે, ન આ લોકો સાંભળવાની શક્તિ ધરાવતા હતા અને ન જોતા હતા

Choose other languages: