Quran Apps in many lanuages:

Surah Ghafir Ayahs #41 Translated in Gujarati

أَسْبَابَ السَّمَاوَاتِ فَأَطَّلِعَ إِلَىٰ إِلَٰهِ مُوسَىٰ وَإِنِّي لَأَظُنُّهُ كَاذِبًا ۚ وَكَذَٰلِكَ زُيِّنَ لِفِرْعَوْنَ سُوءُ عَمَلِهِ وَصُدَّ عَنِ السَّبِيلِ ۚ وَمَا كَيْدُ فِرْعَوْنَ إِلَّا فِي تَبَابٍ
(તે) દ્વાર સુધી પહોંચી શકુ અને મૂસાના પૂજ્યને જોઇ શકુ અને નિ:શંક હું તેને જુઠ્ઠો સમજું છું અને આવી જ રીતે ફિરઔનનું ખરાબ વર્તન તેને સારું લાગવા લાગ્યું અને માર્ગથી રોકી દેવામાં આવ્યો અને ફિરઔનના (દરેક) બહાના વ્યર્થ થઇ ગયા
وَقَالَ الَّذِي آمَنَ يَا قَوْمِ اتَّبِعُونِ أَهْدِكُمْ سَبِيلَ الرَّشَادِ
અને તે ઈમાનવાળા વ્યક્તિએ કહ્યું, કે હે મારી કોમના લોકો ! તમે મારું અનુસરણ કરો, હું સત્ય માર્ગ તરફ તમને માર્ગદર્શન આપીશ
يَا قَوْمِ إِنَّمَا هَٰذِهِ الْحَيَاةُ الدُّنْيَا مَتَاعٌ وَإِنَّ الْآخِرَةَ هِيَ دَارُ الْقَرَارِ
હે મારી કોમના લોકો ! આ દુનિયાનું જીવન ખતમ થવાનું છે અને નિ:શંક હંમેશા રહેવાવાળું ઘર તો આખેરતનું જ છે
مَنْ عَمِلَ سَيِّئَةً فَلَا يُجْزَىٰ إِلَّا مِثْلَهَا ۖ وَمَنْ عَمِلَ صَالِحًا مِنْ ذَكَرٍ أَوْ أُنْثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُولَٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ يُرْزَقُونَ فِيهَا بِغَيْرِ حِسَابٍ
જેણે અપરાધ કર્યો છે, તેના માટે સરખો બદલો છે અને જેણે સત્કાર્ય કર્યા છે, ભલેને પુરુષ હોય અથવા સ્ત્રી અને તેઓ ઈમાન ધરાવતા હોય, તો આવા લોકો જન્નતમાં જશે અને ત્યાં પુષ્કળ રોજી મેળવશે
وَيَا قَوْمِ مَا لِي أَدْعُوكُمْ إِلَى النَّجَاةِ وَتَدْعُونَنِي إِلَى النَّارِ
હે મારી કોમ ! કેવી વાત છે કે હું તમને છુટકારા તરફ બોલાવી રહ્યો છું અને તમે મને જહન્નમ તરફ બોલાવી રહ્યા છો

Choose other languages: