Quran Apps in many lanuages:

Surah Fussilat Ayahs #28 Translated in Gujarati

فَإِنْ يَصْبِرُوا فَالنَّارُ مَثْوًى لَهُمْ ۖ وَإِنْ يَسْتَعْتِبُوا فَمَا هُمْ مِنَ الْمُعْتَبِينَ
હવે જો આ લોકો ધીરજ રાખે, તો પણ તેમનું ઠેકાણું જહન્નમ જ છે અને જો આ લોકો માફી ઇચ્છતા હોય તો પણ, તેમને માફ કરવામાં નહીં આવે
وَقَيَّضْنَا لَهُمْ قُرَنَاءَ فَزَيَّنُوا لَهُمْ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَحَقَّ عَلَيْهِمُ الْقَوْلُ فِي أُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِمْ مِنَ الْجِنِّ وَالْإِنْسِ ۖ إِنَّهُمْ كَانُوا خَاسِرِينَ
અને અમે કેટલાક લોકોને તેમની નિકટ રાખ્યા હતા, જેમણે તેમના આગળ-પાછળના કાર્યો, તેમની સામે સુંદર બનાવી રાખ્યા હતા અને તેમના માટે પણ અલ્લાહનો તે નિર્ણય લાગુ થઇ ગયો, જે નિર્ણય તેમના કરતા પહેલાના લોકો માટે થઇ ગયો હતો , જે જિન્નાતો અને મનુષ્ય માટે હતો, નિ:શંક તેઓ નુકસાન ઉઠાવનારા હતા
وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَسْمَعُوا لِهَٰذَا الْقُرْآنِ وَالْغَوْا فِيهِ لَعَلَّكُمْ تَغْلِبُونَ
અને ઇન્કાર કરનારાઓએ કહ્યું કે આ કુરઆનને સાંભળો જ નહીં, (તેનું વાંચન કરતી વખતે) નકામી વાતો વધારે કરો, કદાચ કે તમે પ્રભુત્વ મેળવો
فَلَنُذِيقَنَّ الَّذِينَ كَفَرُوا عَذَابًا شَدِيدًا وَلَنَجْزِيَنَّهُمْ أَسْوَأَ الَّذِي كَانُوا يَعْمَلُونَ
બસ ! ખરેખર અમે તે ઇન્કાર કરનાર લોકોને સખત યાતનાનો સ્વાદ ચખાડીશું અને તેમને તેમના દુષ્કર્મોનો બદલો જરૂર આપીશું
ذَٰلِكَ جَزَاءُ أَعْدَاءِ اللَّهِ النَّارُ ۖ لَهُمْ فِيهَا دَارُ الْخُلْدِ ۖ جَزَاءً بِمَا كَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ
અલ્લાહના દુશ્મનોની સજા આ જહન્નમની આગ છે, જેમાં તેઓ હંમેશા રહેશે, (આ) બદલો છે, અમારી આયતોનો ઇન્કાર કરવાનો

Choose other languages: