Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #31 Translated in Gujarati

وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِنْ كُلِّ مَثَلٍ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ
અને નિ:શંક અમે આ કુરઆનમાં લોકો માટે દરેક પ્રકારના ઉદાહરણ આપી દીધા, કેવું સારું થાત કે તેઓ શિખામણ પ્રાપ્ત કરી લેતા
قُرْآنًا عَرَبِيًّا غَيْرَ ذِي عِوَجٍ لَعَلَّهُمْ يَتَّقُونَ
કુરઆન છે અરબીમાં, જેમાં કોઇ ખામી નથી, બની શકે છે કે તેઓ ડરવા લાગે
ضَرَبَ اللَّهُ مَثَلًا رَجُلًا فِيهِ شُرَكَاءُ مُتَشَاكِسُونَ وَرَجُلًا سَلَمًا لِرَجُلٍ هَلْ يَسْتَوِيَانِ مَثَلًا ۚ الْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ
અલ્લાહ તઆલા ઉદાહરણ વર્ણવી રહ્યો છે, તે (દાસ) વ્યક્તિ, જેના માલિક થવામાં પરસ્પર ઘણા વિરોધી લોકો ભાગીદાર છે, તથા બીજો તે વ્યક્તિ, જે ફક્ત (માલિક)નો જ (દાસ) છે, શું આ બન્ને સરખા હોઇ શકે છે, અલ્લાહ તઆલા માટે જ દરેક પ્રકારની પ્રશંસા છે, વાત એવી છે કે તેમાંથી ઘણા લોકો સમજતા નથી
إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُمْ مَيِّتُونَ
નિ:શંક તમને પણ મૃત્યુ આવશે અને આ સૌ લોકો પણ મૃત્યુ પામશે
ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ عِنْدَ رَبِّكُمْ تَخْتَصِمُونَ
પછી તમે સૌ કયામતના દિવસે પોતાના પાલનહારની સામે ઝઘડો કરશો

Choose other languages: