Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #17 Translated in Gujarati

قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ
કહી દો ! કે મને તો પોતાના પાલનહારની અવજ્ઞા કરવામાં, મોટા દિવસની યાતનાનો ડર લાગે છે
قُلِ اللَّهَ أَعْبُدُ مُخْلِصًا لَهُ دِينِي
કહી દો ! કે હું નિખાલસતાથી પોતાના પાલનહારની જ બંદગી કરું છું
فَاعْبُدُوا مَا شِئْتُمْ مِنْ دُونِهِ ۗ قُلْ إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا ذَٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ
તમે તેના સિવાય જેની બંદગી કરવા ઇચ્છો, કરતા રહો, કહી દો ! કે સાચે જ પથભ્રષ્ટ તે છે, જે પોતે જ પોતાને અને પોતાના ઘરવાળાઓને કયામતના દિવસે નુકસાનમાં નાંખી દે, યાદ રાખો કે ખુલ્લું નુકસાન, આ જ છે
لَهُمْ مِنْ فَوْقِهِمْ ظُلَلٌ مِنَ النَّارِ وَمِنْ تَحْتِهِمْ ظُلَلٌ ۚ ذَٰلِكَ يُخَوِّفُ اللَّهُ بِهِ عِبَادَهُ ۚ يَا عِبَادِ فَاتَّقُونِ
તેમને નીચે અને ઉપરથી આગના છાંયડા ઢાંકી રહ્યા હશે, આ જ (યાતના) છે, જેનાથી અલ્લાહ તઆલા પોતાના બંદાઓને ડરાવી રહ્યો છે. હે મારા બંદાઓ ! બસ ! તમે મારાથી ડરતા રહો
وَالَّذِينَ اجْتَنَبُوا الطَّاغُوتَ أَنْ يَعْبُدُوهَا وَأَنَابُوا إِلَى اللَّهِ لَهُمُ الْبُشْرَىٰ ۚ فَبَشِّرْ عِبَادِ
અને જે લોકો તાગૂતની બંદગીથી અળગા રહ્યા અને અલ્લાહ તઆલા તરફ ધ્યાન ધરતા રહ્યા, તેઓ ખુશખબરના હકદાર છે, મારા બંદાઓને ખુશખબર સંભળાવી દો

Choose other languages: