Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #42 Translated in Gujarati

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَا لَكُمْ إِذَا قِيلَ لَكُمُ انْفِرُوا فِي سَبِيلِ اللَّهِ اثَّاقَلْتُمْ إِلَى الْأَرْضِ ۚ أَرَضِيتُمْ بِالْحَيَاةِ الدُّنْيَا مِنَ الْآخِرَةِ ۚ فَمَا مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا فِي الْآخِرَةِ إِلَّا قَلِيلٌ
હે ઈમાનવાળાઓ ! તમને શું થઇ ગયું છે કે જ્યારે તમને કહેવામાં આવે છે કે ચાલો અલ્લાહના માર્ગમાં નીકળો, તો તમે ધરતીને વળગી રહો છો, શું તમે આખેરતના બદલામાં દુનિયાના જીવનને પ્રાથમિકતા આપો છો, સાંભળો ! દુનિયાનું જીવન તો આખેરતની તુલમાં બસ થોડું જ છે
إِلَّا تَنْفِرُوا يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًا وَيَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّوهُ شَيْئًا ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
જો તમે ન નીકળ્યા તો, તમને અલ્લાહ તઆલા સખત સજા આપશે અને તમારી જગ્યાએ બીજાને લાવશે, તમે અલ્લાહ તઆલાને કોઇ નુકસાન નથી પહોંચાડી શકતા, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે
إِلَّا تَنْصُرُوهُ فَقَدْ نَصَرَهُ اللَّهُ إِذْ أَخْرَجَهُ الَّذِينَ كَفَرُوا ثَانِيَ اثْنَيْنِ إِذْ هُمَا فِي الْغَارِ إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا ۖ فَأَنْزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَيْهِ وَأَيَّدَهُ بِجُنُودٍ لَمْ تَرَوْهَا وَجَعَلَ كَلِمَةَ الَّذِينَ كَفَرُوا السُّفْلَىٰ ۗ وَكَلِمَةُ اللَّهِ هِيَ الْعُلْيَا ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
જો તમે તે (મુહમ્મદ સ.અ.વ.)ની મદદ નહીં કરો તો, અલ્લાહએ જ તેમની મદદ કરી, તે સમયે જ્યારે તેમને ઇન્કાર કરનારાઓએ કાઢી મૂક્યા હતા, બે માંથી બીજો, જ્યારે કે તે બન્ને ગુફામાં હતા, ત્યારે તે પોતાના મિત્રને કહી રહ્યા હતા કે નિરાશ ન થાઓ, અલ્લાહ આપણી સાથે છે, બસ ! અલ્લાહ તઆલાએ પોતાના તરફથી તે લોકોને શાંતિ આપી, તે લશ્કરો દ્વારા તેમની મદદ કરી જેને તમે જોયા જ નથી, તેણે ઇન્કાર કરનારાઓની વાત હલકી કરી દીધી અને ઊંચી અને મૂલ્યવાન તો અલ્લાહની વાત જ છે, અલ્લાહ વિજયી, હિકમતવાળો છે
انْفِرُوا خِفَافًا وَثِقَالًا وَجَاهِدُوا بِأَمْوَالِكُمْ وَأَنْفُسِكُمْ فِي سَبِيلِ اللَّهِ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ
નીકળી જાઓ, નિર્બળ હોય તો પણ અને શક્તિશાળી હોય તો પણ, અને અલ્લાહના માર્ગમાં પોતાના ધન અને પ્રાણ વડે જેહાદ કરો, આ જ તમારા માટે ઉત્તમ છે જો તમે જાણતા હોવ
لَوْ كَانَ عَرَضًا قَرِيبًا وَسَفَرًا قَاصِدًا لَاتَّبَعُوكَ وَلَٰكِنْ بَعُدَتْ عَلَيْهِمُ الشُّقَّةُ ۚ وَسَيَحْلِفُونَ بِاللَّهِ لَوِ اسْتَطَعْنَا لَخَرَجْنَا مَعَكُمْ يُهْلِكُونَ أَنْفُسَهُمْ وَاللَّهُ يَعْلَمُ إِنَّهُمْ لَكَاذِبُونَ
જો ઝડપથી આવનારું ધન અને કારણ હોત અને સરળ મુસાફરી હોત તો, આ લોકો જરૂર તમારી પાછળ આવતા, પરંતુ તે લોકો પર દૂરની મુસાફરી મુશ્કેલ થઇ ગઇ, હવે તો આ લોકો અલ્લાહના નામની સોગંદો ખાશે કે જો અમારામાં શક્તિ અને હિંમત હોત તો, અમે ખરેખર તમારી સાથે આવતા, આ લોકો પોતે જ પોતાને નષ્ટ કરી રહ્યા છે, તેઓના જૂઠ્ઠાણાંનું સાચું જ્ઞાન અલ્લાહ પાસે જ છે

Choose other languages: