Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #38 Translated in Gujarati

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّ كَثِيرًا مِنَ الْأَحْبَارِ وَالرُّهْبَانِ لَيَأْكُلُونَ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَيَصُدُّونَ عَنْ سَبِيلِ اللَّهِ ۗ وَالَّذِينَ يَكْنِزُونَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنْفِقُونَهَا فِي سَبِيلِ اللَّهِ فَبَشِّرْهُمْ بِعَذَابٍ أَلِيمٍ
હે ઈમાનવાળાઓ ! વધારે પડતા જ્ઞાનીઓ અને ઇબાદત કરનારા, લોકોનું ધન હડપ કરી લે છે અને અલ્લાહના માર્ગથી રોકે છે, અને જે લોકો સોના અને ચાંદીનો ખજાનો રાખે છે અને અલ્લાહના માર્ગમાં ખર્ચ નથી કરતા, તેઓને દુ:ખદાયી યાતનાની ખબર આપી દો
يَوْمَ يُحْمَىٰ عَلَيْهَا فِي نَارِ جَهَنَّمَ فَتُكْوَىٰ بِهَا جِبَاهُهُمْ وَجُنُوبُهُمْ وَظُهُورُهُمْ ۖ هَٰذَا مَا كَنَزْتُمْ لِأَنْفُسِكُمْ فَذُوقُوا مَا كُنْتُمْ تَكْنِزُونَ
જે દિવસે તે ખજાનાને જહન્નમની આગમાં તપાવવામાં આવશે, પછી તેઓના કપાળોને, ખભાના ભાગને અને પીઠોને દઝાડવામાં આવશે, (તેઓને કહેવામાં આવશે) આ છે જેને તમે પોતાના માટે ખજાનો બનાવી રાખ્યો હતો, બસ ! પોતાના ખજાનાનો સ્વાદ ચાખો
إِنَّ عِدَّةَ الشُّهُورِ عِنْدَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنْفُسَكُمْ ۚ وَقَاتِلُوا الْمُشْرِكِينَ كَافَّةً كَمَا يُقَاتِلُونَكُمْ كَافَّةً ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ مَعَ الْمُتَّقِينَ
મહિનાઓની ગણતરી અલ્લાહની પાસે અલ્લાહની કિતાબમાં બાર છે, તે દિવસથી જ જ્યારથી આકાશ અને ધરતીનું સર્જન તેણે કર્યું, તેમાંથી ચાર પવિત્ર મહિના છે, આ જ સત્ય ધર્મ છે, તમે તે મહિનાઓમાં પોતાના જીવો પર અત્યાચાર ન કરો અને તમે દરેક મુશરિકો સાથે જેહાદ કરો, જેવી રીતે કે તેઓ તમારી સાથે લડે છે અને જાણી લો કે અલ્લાહ તઆલા ડરવાવાળાઓની સાથે છે
إِنَّمَا النَّسِيءُ زِيَادَةٌ فِي الْكُفْرِ ۖ يُضَلُّ بِهِ الَّذِينَ كَفَرُوا يُحِلُّونَهُ عَامًا وَيُحَرِّمُونَهُ عَامًا لِيُوَاطِئُوا عِدَّةَ مَا حَرَّمَ اللَّهُ فَيُحِلُّوا مَا حَرَّمَ اللَّهُ ۚ زُيِّنَ لَهُمْ سُوءُ أَعْمَالِهِمْ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ
મહિનાઓને આગળ પાછળ કરી દેવું ઇન્કારનો અતિરેક છે, આના વડે તે લોકો પથભ્રષ્ટ કરવામાં આવે છે, જેઓ ઇન્કાર કરે છે, એક વર્ષ તો તેને હલાલ કરી દે છે, અને બીજા વર્ષે તેને જ પવિત્ર ઠેરવે છે કે અલ્લાહએ જે પવિત્રતા રાખી છે તેની ગણતરીમાં તમે બરાબરી કરી લો, પછી તેને હલાલ બનાવી લો જેને અલ્લાહએ હરામ કર્યો છે, તેઓને તેઓના ખરાબ કૃત્યો સારા બતાવી દેવામાં આવ્યા છે અને ઇન્કાર કરનારાઓની કોમને અલ્લાહ માર્ગદર્શન નથી આપતો
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَا لَكُمْ إِذَا قِيلَ لَكُمُ انْفِرُوا فِي سَبِيلِ اللَّهِ اثَّاقَلْتُمْ إِلَى الْأَرْضِ ۚ أَرَضِيتُمْ بِالْحَيَاةِ الدُّنْيَا مِنَ الْآخِرَةِ ۚ فَمَا مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا فِي الْآخِرَةِ إِلَّا قَلِيلٌ
હે ઈમાનવાળાઓ ! તમને શું થઇ ગયું છે કે જ્યારે તમને કહેવામાં આવે છે કે ચાલો અલ્લાહના માર્ગમાં નીકળો, તો તમે ધરતીને વળગી રહો છો, શું તમે આખેરતના બદલામાં દુનિયાના જીવનને પ્રાથમિકતા આપો છો, સાંભળો ! દુનિયાનું જીવન તો આખેરતની તુલમાં બસ થોડું જ છે

Choose other languages: