Quran Apps in many lanuages:

Surah As-Sajda Ayahs #26 Translated in Gujarati

وَمَنْ أَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ ثُمَّ أَعْرَضَ عَنْهَا ۚ إِنَّا مِنَ الْمُجْرِمِينَ مُنْتَقِمُونَ
તેના કરતા વધારે અત્યાચારી કોણ છે ? જેને અલ્લાહની આયતો દ્વારા શિખામણ આપવામાં આવી હોય, તો પણ તે લોકોએ આનાથી મોઢું ફેરવી લીધું. નિ:શંક અમે પણ પાપીઓ સાથે બદલો લેવાવાળા છે
وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَلَا تَكُنْ فِي مِرْيَةٍ مِنْ لِقَائِهِ ۖ وَجَعَلْنَاهُ هُدًى لِبَنِي إِسْرَائِيلَ
નિ:શંક અમે મૂસા અ.સ.ને કિતાબ આપી, બસ ! તમારે ક્યારેય તેની મુલાકાત વિશે શંકા ન કરવી જોઇએ અને અમે તેમને ઇસ્રાઇલના સંતાન માટે સત્ય માર્ગનું કારણ બનાવ્યા
وَجَعَلْنَا مِنْهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا لَمَّا صَبَرُوا ۖ وَكَانُوا بِآيَاتِنَا يُوقِنُونَ
અને જ્યારે તે લોકોએ ધીરજ રાખી, તો અમે તે લોકો માંથી એવા નાયબ બનાવ્યા જેઓ અમારા આદેશ દ્વારા લોકોને સત્ય માર્ગ પર બોલાવતા હતા અને તેઓ અમારી આયતો પર ઈમાન ધરાવતા હતા
إِنَّ رَبَّكَ هُوَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
તમારો પાલનહાર તેમની વચ્ચે, તે વાતોનો નિર્ણય કયામતના દિવસે કરી દેશે, જેમાં તેઓ વિવાદ કરી રહ્યા છે
أَوَلَمْ يَهْدِ لَهُمْ كَمْ أَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِنَ الْقُرُونِ يَمْشُونَ فِي مَسَاكِنِهِمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ ۖ أَفَلَا يَسْمَعُونَ
શું તે વાતથી પણ તેઓ સત્યમાર્ગે ન આવ્યા કે અમે તેમનાથી પહેલા ઘણી કોમોને નષ્ટ કરી દીધી, જેમના ઘરોમાં આ લોકો હરીફરી રહ્યા છે. આમાં તો મોટી નિશાનીઓ છે. શું તો પણ આ લોકો નથી સાંભળતા

Choose other languages: