Quran Apps in many lanuages:

Surah Ar-Rum Ayahs #44 Translated in Gujarati

اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۖ هَلْ مِنْ شُرَكَائِكُمْ مَنْ يَفْعَلُ مِنْ ذَٰلِكُمْ مِنْ شَيْءٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
અલ્લાહ તઆલા તે છે, જેણે તમારું સર્જન કર્યું, પછી રોજી આપી, પછી મૃત્યુ આપશે, પછી જીવિત કરશે, જણાવો તમે ઠેરવેલ ભાગીદારો માંથી કોઇ એવું છે, જે આમાંથી કંઈ પણ કરી બતાવે, અલ્લાહ તઆલા માટે પવિત્રતા અને પ્રાથમિકતા છે દરેક તે ભાગીદારથી, જેને આ લોકો ઠેરવે છે
ظَهَرَ الْفَسَادُ فِي الْبَرِّ وَالْبَحْرِ بِمَا كَسَبَتْ أَيْدِي النَّاسِ لِيُذِيقَهُمْ بَعْضَ الَّذِي عَمِلُوا لَعَلَّهُمْ يَرْجِعُونَ
ધરતી અને સમુદ્રમાં લોકોના અપરાધના કારણે વિદ્રોહ ફેલાઇ ગયો, એટલા માટે કે તેમને તેમના કેટલાક કરતુતોનો બદલો અલ્લાહ તઆલા ચખાડી દે, શક્ય છે કે તેઓ સુધારો કરી લે
قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلُ ۚ كَانَ أَكْثَرُهُمْ مُشْرِكِينَ
ધરતી પર હરીફરીને જુઓ તો ખરા કે પહેલાના લોકોની દશા કેવી થઇ ? જેમાં ઘણા લોકો મુશરિક હતા
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ الْقَيِّمِ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَ يَوْمٌ لَا مَرَدَّ لَهُ مِنَ اللَّهِ ۖ يَوْمَئِذٍ يَصَّدَّعُونَ
બસ ! તમે તમારો ચહેરો તે સાચા અને સીધા દીન તરફ જ રાખો, એ પહેલા કે તે દિવસ આવી જાય, જેને ટાળી દેવું અલ્લાહ તરફથી છે જ નહીં, તે દિવસે સૌ અલગ-અલગ થઇ જશે
مَنْ كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُ ۖ وَمَنْ عَمِلَ صَالِحًا فَلِأَنْفُسِهِمْ يَمْهَدُونَ
ઇન્કાર કરવાવાળાઓ માટે તેમના ઇન્કારની (તકલીફ) હશે અને સત્કાર્યો કરનાર પોતાની જ રહેવાની જગ્યાને શણગારી રહ્યા છે

Choose other languages: