Quran Apps in many lanuages:

Surah Ar-Rad Ayahs #5 Translated in Gujarati

المر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ ۗ وَالَّذِي أُنْزِلَ إِلَيْكَ مِنْ رَبِّكَ الْحَقُّ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ
અલિફ-લામ્-મિમ્-રૉ. આ કુરઆનની આયતો છે અને જે કંઈ પણ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવે છે, બધું જ સાચું છે, પરંતુ ઘણા લોકો ઇમાન નથી લાવતા
اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا ۖ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُسَمًّى ۚ يُدَبِّرُ الْأَمْرَ يُفَصِّلُ الْآيَاتِ لَعَلَّكُمْ بِلِقَاءِ رَبِّكُمْ تُوقِنُونَ
અલ્લાહ તે છે, જેણે આકાશોને વગર સ્તંભે ઊચું કરી રાખ્યું છે, કે તમે તેને જોઇ રહ્યા છો, પછી તે અર્શ પર બિરાજમાન છે, તેણે સૂર્ય અને ચંદ્રને નિયમિત કરી રાખ્યા છે, દરેક નક્કી કરેલ સમય સુધી ચક્કર લગાવી રહ્યા છે, તે જ કાર્યની વ્યવસ્થા કરે છે, તે પોતાની નિશાનીઓનું વર્ણન સ્પષ્ટ રીતે કરી રહ્યો છે કે તમે પોતાના પાલનહારની મુલાકાતને સાચી જાણો
وَهُوَ الَّذِي مَدَّ الْأَرْضَ وَجَعَلَ فِيهَا رَوَاسِيَ وَأَنْهَارًا ۖ وَمِنْ كُلِّ الثَّمَرَاتِ جَعَلَ فِيهَا زَوْجَيْنِ اثْنَيْنِ ۖ يُغْشِي اللَّيْلَ النَّهَارَ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يَتَفَكَّرُونَ
તેણે જ ધરતીને ફેલાવીને પાથરી દીધી છે અને તેમાં પર્વત અને નહેરોનું સર્જન કરી દીધું છે અને તેમાં દરેક પ્રકારના ફળોની જોડ બનાવી, તે રાતને દિવસ વડે છૂપાવી દે છે, નિ:શંક ચિંતન-મનન કરનારાઓ માટે આમાં ઘણી જ નિશાનીઓ છે
وَفِي الْأَرْضِ قِطَعٌ مُتَجَاوِرَاتٌ وَجَنَّاتٌ مِنْ أَعْنَابٍ وَزَرْعٌ وَنَخِيلٌ صِنْوَانٌ وَغَيْرُ صِنْوَانٍ يُسْقَىٰ بِمَاءٍ وَاحِدٍ وَنُفَضِّلُ بَعْضَهَا عَلَىٰ بَعْضٍ فِي الْأُكُلِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يَعْقِلُونَ
અને ધરતીમાં વિવિધ પ્રકારના ભાગ એકબીજા સાથે જોડાયેલ છે અને દ્રાક્ષના બગીચાઓ છે અને ખેતરો છે અને ખજૂરીના વૃક્ષો છે, ડાળીઓ વાળા અને કેટલાક એવા છે જે ડાળીઓ વગરના છે, સૌને એક જ પ્રકારનું પાણી આપવામાં આવે છે, તો પણ અમે એકને બીજાના ફળો પર પ્રભુત્વ આપીએ છીએ, આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે
وَإِنْ تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ ۗ أُولَٰئِكَ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ ۖ وَأُولَٰئِكَ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ ۖ وَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
જો તમને આશ્વર્ય થતું હોય કે ખરેખર તેમનું આવું કહેવું આશ્વર્યજનક છે કે શું અમે માટી થઇ જઇશું, તો અમે નવા સર્જનમાં હોઇશું ? આ જ તે લોકો છે, જેમણે પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, આ જ તે લોકો છે, જેમના ગળાઓમાં તોક (બેડીઓ) હશે અને આ જ લોકો જહન્નમમાં રહેનારા છે જેમાં તેઓ હંમેશા રહેશે

Choose other languages: