Quran Apps in many lanuages:

Surah An-Nur Ayahs #13 Translated in Gujarati

وَالْخَامِسَةَ أَنَّ غَضَبَ اللَّهِ عَلَيْهَا إِنْ كَانَ مِنَ الصَّادِقِينَ
અને પાંચમી વખત કહે કે તેના પર અલ્લાહ તઆલાની ફિટકાર ઉતરે, જો તેનો પતિ સાચા લોકો માંથી હોય
وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ وَأَنَّ اللَّهَ تَوَّابٌ حَكِيمٌ
જો અલ્લાહ તઆલાની કૃપા અને દયા તમારા પર ન હોત, (તો તમારા માટે તકલીફ આવતી) અને અલ્લાહ તઆલા તૌબા કબૂલ કરનાર, હિકમતવાળો છે
إِنَّ الَّذِينَ جَاءُوا بِالْإِفْكِ عُصْبَةٌ مِنْكُمْ ۚ لَا تَحْسَبُوهُ شَرًّا لَكُمْ ۖ بَلْ هُوَ خَيْرٌ لَكُمْ ۚ لِكُلِّ امْرِئٍ مِنْهُمْ مَا اكْتَسَبَ مِنَ الْإِثْمِ ۚ وَالَّذِي تَوَلَّىٰ كِبْرَهُ مِنْهُمْ لَهُ عَذَابٌ عَظِيمٌ
જે લોકો આ ઘણો જ મોટો આરોપ લગાવી રહ્યા છે, આ પણ તમારા માંથી એક જૂથ છે, તમે તેને પોતાના માટે ખરાબ ન સમજો, પરંતુ આ તો તમારા માટે સારું છે, હાં તેમના માંથી દરેક વ્યક્તિ પર એટલું પાપ છે, જે તેણે કર્યું છે અને તેમના માંથી જેણે તેમાં મોટો ભાગ ભજવ્યો છે, તેના માટે યાતના પણ ખૂબ મોટી છે
لَوْلَا إِذْ سَمِعْتُمُوهُ ظَنَّ الْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بِأَنْفُسِهِمْ خَيْرًا وَقَالُوا هَٰذَا إِفْكٌ مُبِينٌ
આ (વાતને) સાંભળતા જ ઈમાનવાળા પુરુષ અને સ્ત્રીઓએ પોતે સારો વિચાર કેમ ન કર્યો ? અને કેમ એવું ન કહી દીધું કે આ તો સ્પષ્ટ આરોપ છે
لَوْلَا جَاءُوا عَلَيْهِ بِأَرْبَعَةِ شُهَدَاءَ ۚ فَإِذْ لَمْ يَأْتُوا بِالشُّهَدَاءِ فَأُولَٰئِكَ عِنْدَ اللَّهِ هُمُ الْكَاذِبُونَ
તેઓ આના પર ચાર સાક્ષી કેમ ન લાવ્યા ? અને જ્યારે સાક્ષી ન લાવી શક્યા તો આ આરોપ લગાવનાર અલ્લાહની સમક્ષ ફક્ત જુઠ્ઠા છે

Choose other languages: