Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #95 Translated in Gujarati

وَأَوْفُوا بِعَهْدِ اللَّهِ إِذَا عَاهَدْتُمْ وَلَا تَنْقُضُوا الْأَيْمَانَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ اللَّهَ عَلَيْكُمْ كَفِيلًا ۚ إِنَّ اللَّهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ
અને અલ્લાહના વચનને પૂરું કરો, જ્યારે તમે એકબીજા સાથે કરાર કરો અને મજબૂત સોગંદ લીધા પછી તેને ન તોડો, જો કે તમે અલ્લાહ તઆલાને પોતાનો જામીન ઠેરવી દીધો છે. તમે જે કંઈ પણ કરો છો અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે
وَلَا تَكُونُوا كَالَّتِي نَقَضَتْ غَزْلَهَا مِنْ بَعْدِ قُوَّةٍ أَنْكَاثًا تَتَّخِذُونَ أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ أَنْ تَكُونَ أُمَّةٌ هِيَ أَرْبَىٰ مِنْ أُمَّةٍ ۚ إِنَّمَا يَبْلُوكُمُ اللَّهُ بِهِ ۚ وَلَيُبَيِّنَنَّ لَكُمْ يَوْمَ الْقِيَامَةِ مَا كُنْتُمْ فِيهِ تَخْتَلِفُونَ
અને તે સ્ત્રી જેવા ન થઇ જાવ, જેણે પોતાનું સુતર મજબૂત રીતે બનાવ્યું, ત્યારપછી ટુકડે-ટુકડા કરી દીધા, કે તમે પોતાની સોગંદોને અંદરોઅંદરની યુક્તિ કરવાનું કારણ બનાવો, એટલા માટે કે એક જૂથ, બીજા જૂથ પર પ્રભુત્વ પ્રાપ્ત કરી લે, વાત ફકત એ જ છે કે તે વચન દ્વારા અલ્લાહ તમારી કસોટી કરી રહ્યો છે, નિ:શંક અલ્લાહ તઆલા તમારા માટે કયામતના દિવસે તે દરેક વસ્તુનું સ્પષ્ટ રીતે વર્ણન કરી દેશે, જેમાં તમે મતભેદ કરી રહ્યા હતા
وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَٰكِنْ يُضِلُّ مَنْ يَشَاءُ وَيَهْدِي مَنْ يَشَاءُ ۚ وَلَتُسْأَلُنَّ عَمَّا كُنْتُمْ تَعْمَلُونَ
જો અલ્લાહ ઇચ્છે તો તમને સૌને એક જ જૂથ બનાવી દેતો, પરંતુ તે જેને ઇચ્છે તેને પથભ્રષ્ટ કરે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગદર્શન આપે છે. ખરેખર તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેના વિશે પૂછપરછ કરવામાં આવશે
وَلَا تَتَّخِذُوا أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ فَتَزِلَّ قَدَمٌ بَعْدَ ثُبُوتِهَا وَتَذُوقُوا السُّوءَ بِمَا صَدَدْتُمْ عَنْ سَبِيلِ اللَّهِ ۖ وَلَكُمْ عَذَابٌ عَظِيمٌ
અને તમે પોતાની સોગંદોને એકબીજાને ધોકો આપવાનું કારણ ન બનાવો, પછી તો તમારા પગ, પોતાની મજબૂતાઇ પછી ડગી જશે અને તમને સખત સજા ભોગવવી પડશે. કારણકે તમે અલ્લાહના માર્ગથી રોકી દીધા અને તમારા માટે ખૂબ જ સખત સજા હશે
وَلَا تَشْتَرُوا بِعَهْدِ اللَّهِ ثَمَنًا قَلِيلًا ۚ إِنَّمَا عِنْدَ اللَّهِ هُوَ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ
તમે અલ્લાહના વચનને નજીવી કિંમતે ન વેચો, યાદ રાખો ! અલ્લાહ પાસે જે કંઈ પણ છે તે જ તમારા માટે ઉત્તમ છે, શરત એ કે તમે જાણતા હોવ

Choose other languages: