Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #46 Translated in Gujarati

الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
તે લોકો, જેમણે ધીરજ રાખી અને પોતાના પાલનહાર પર જ ભરોસો કરતા રહ્યા
وَمَا أَرْسَلْنَا مِنْ قَبْلِكَ إِلَّا رِجَالًا نُوحِي إِلَيْهِمْ ۚ فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِنْ كُنْتُمْ لَا تَعْلَمُونَ
તમારા પહેલા પણ અમે પુરુષોને જ મોકલતા રહ્યા, જેમની તરફ વહી ઉતારતા હતા. બસ ! જો તમે ન જાણતા હોવ તો જ્ઞાનવાળાઓ પાસેથી જાણી લો
بِالْبَيِّنَاتِ وَالزُّبُرِ ۗ وَأَنْزَلْنَا إِلَيْكَ الذِّكْرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيْهِمْ وَلَعَلَّهُمْ يَتَفَكَّرُونَ
પુરાવા અને કિતાબો સાથે આ વર્ણન (કુરઆન), અમે તમારી તરફ અવતરિત કર્યુ છે કે લોકો માટે જે અવતરિત કરવામાં આવ્યું છે તમે તેને સ્પષ્ટ રીતે વર્ણન કરી દો, કદાચ કે તે લોકો ચિંતન કરે
أَفَأَمِنَ الَّذِينَ مَكَرُوا السَّيِّئَاتِ أَنْ يَخْسِفَ اللَّهُ بِهِمُ الْأَرْضَ أَوْ يَأْتِيَهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ
ખરાબ યુક્તિઓ રમનારાઓ શું તે વાતથી નીડર થઇ ગયા છે કે અલ્લાહ તઆલા તેમને ધરતીમાં ધસાવી દે, અથવા તેમની પાસે એવી જગ્યાએથી પ્રકોપ આવી જાય જેના વિશે તેમને વિચાર પણ ન હોય
أَوْ يَأْخُذَهُمْ فِي تَقَلُّبِهِمْ فَمَا هُمْ بِمُعْجِزِينَ
અથવા તેમને હરતાફરતા (પ્રકોપ) પકડી લે, આ લોકો અલ્લાહ તઆલાને ક્યારેય અસમર્થ કરી શકતા નથી

Choose other languages: