Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #34 Translated in Gujarati

وَقِيلَ لِلَّذِينَ اتَّقَوْا مَاذَا أَنْزَلَ رَبُّكُمْ ۚ قَالُوا خَيْرًا ۗ لِلَّذِينَ أَحْسَنُوا فِي هَٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ۚ وَلَدَارُ الْآخِرَةِ خَيْرٌ ۚ وَلَنِعْمَ دَارُ الْمُتَّقِينَ
અને ડરવાવાળાઓને પૂછવામાં આવે છે કે તમારા પાલનહારે શું અવતરિત કર્યું છે, તો તેઓ જવાબ આપે છે કે “ખૂબ જ સારું”, જે લોકોએ ભલાઇ કરી તેમના માટે આ દુનિયામાં ભલાઇ છે અને ખરેખર આખેરતનું ઘર ઘણું જ ઉત્તમ છે. અને કેટલું સુંદર છે ડરવાવાળાઓનું ઘર
جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۖ لَهُمْ فِيهَا مَا يَشَاءُونَ ۚ كَذَٰلِكَ يَجْزِي اللَّهُ الْمُتَّقِينَ
હંમેશા રહેનારા બગીચાઓ, જ્યાં તેઓ રહેશે, જેમની નીચે નહેરો વહી રહી છે, જે કંઈ પણ તે લોકો ઇચ્છશે ત્યાં તેમના માટે હાજર હશે, ડરવાવાળાઓને અલ્લાહ તઆલા આવી જ રીતે બદલો આપે છે
الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ طَيِّبِينَ ۙ يَقُولُونَ سَلَامٌ عَلَيْكُمُ ادْخُلُوا الْجَنَّةَ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
તેઓ, જેમના પ્રાણ ફરિશ્તાઓ એ સ્થિતિમાં કાઢે છે કે તે પવિત્ર અને સ્વચ્છ હોય, કહે છે કે તમારા માટે સલામતી જ સલામતી છે. જાઓ જન્નતમાં, પોતાના તે કર્મોના બદલામાં, જે તમે કરતા હતા
هَلْ يَنْظُرُونَ إِلَّا أَنْ تَأْتِيَهُمُ الْمَلَائِكَةُ أَوْ يَأْتِيَ أَمْرُ رَبِّكَ ۚ كَذَٰلِكَ فَعَلَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ وَمَا ظَلَمَهُمُ اللَّهُ وَلَٰكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ
શું આ તે જ વાતની રાહ જોઇ રહ્યા છે કે તેમની પાસે ફરિશ્તાઓ આવી પહોંચે અથવા તારા પાલનહારનો આદેશ આવી પહોંચે ? આવું જ તે લોકોએ પણ કર્યું હતું જેઓ તેમનાથી પહેલા હતા, તેમના પર અલ્લાહ તઆલાએ કોઈ અત્યાચાર નથી કર્યો, પરંતુ તે પોતે પોતાના પર અત્યાચાર કરતા રહ્યા
فَأَصَابَهُمْ سَيِّئَاتُ مَا عَمِلُوا وَحَاقَ بِهِمْ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
બસ ! તેમના ખરાબ કાર્યોનું પરિણામ તેમને મળી ગયું અને જેની મશ્કરી કરતા હતા તેણે તેમને ઘેરાવમાં લઇ લીધા

Choose other languages: