Quran Apps in many lanuages:

Surah Al-Qasas Ayahs #20 Translated in Gujarati

قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي فَغَفَرَ لَهُ ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
પછી દુઆ કરવા લાગ્યા કે, હે પાલનહાર ! મેં પોતે મારા પર અત્યાચાર કર્યો છે, તું મને માફ કરી દે, અલ્લાહ તઆલાએ તેમને માફ કરી દીધા, તે માફ કરનાર અને ઘણો દયાળુ છે
قَالَ رَبِّ بِمَا أَنْعَمْتَ عَلَيَّ فَلَنْ أَكُونَ ظَهِيرًا لِلْمُجْرِمِينَ
કહેવા લાગ્યા કે, હે મારા પાલનહાર ! જેવી રીતે તેં મારા પર આ દયા કરી, હું પણ હવે ક્યારેય કોઈ પાપીની મદદ નહીં કરું
فَأَصْبَحَ فِي الْمَدِينَةِ خَائِفًا يَتَرَقَّبُ فَإِذَا الَّذِي اسْتَنْصَرَهُ بِالْأَمْسِ يَسْتَصْرِخُهُ ۚ قَالَ لَهُ مُوسَىٰ إِنَّكَ لَغَوِيٌّ مُبِينٌ
સવારમાં ભયના કારણે જાણવા માટે શહેરમાં ગયા કે અચાનક તે જ વ્યક્તિ, જેણે ગઇકાલે તેમની પાસે મદદ માંગી હતી, તેમની ફરિયાદ કરી રહ્યો છે, મૂસા અ.સ.એ તેને કહ્યું, કે આમાં કોઈ શંકા નથી કે તું સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે
فَلَمَّا أَنْ أَرَادَ أَنْ يَبْطِشَ بِالَّذِي هُوَ عَدُوٌّ لَهُمَا قَالَ يَا مُوسَىٰ أَتُرِيدُ أَنْ تَقْتُلَنِي كَمَا قَتَلْتَ نَفْسًا بِالْأَمْسِ ۖ إِنْ تُرِيدُ إِلَّا أَنْ تَكُونَ جَبَّارًا فِي الْأَرْضِ وَمَا تُرِيدُ أَنْ تَكُونَ مِنَ الْمُصْلِحِينَ
પછી જ્યારે પોતાના અને તેના શત્રુને પકડવા લાગ્યા, તે ફરિયાદી કહેવા લાગ્યો કે મૂસા ! શું જેવી રીતે ગઇકાલે તે એક વ્યક્તિનું કતલ કર્યું છે, મને પણ મારી નાખવા ઇચ્છે છે ? તું તો શહેરમાં અત્યાચારી અને વિદ્રોહી બનવા માંગે છે. અને તારી એ ઇચ્છા જ નથી કે મેળાપ કરવાવાળાઓ માંથી બને
وَجَاءَ رَجُلٌ مِنْ أَقْصَى الْمَدِينَةِ يَسْعَىٰ قَالَ يَا مُوسَىٰ إِنَّ الْمَلَأَ يَأْتَمِرُونَ بِكَ لِيَقْتُلُوكَ فَاخْرُجْ إِنِّي لَكَ مِنَ النَّاصِحِينَ
શહેરના કિનારા પરથી એક વ્યક્તિ દોડતો આવ્યો અને કહેવા લાગ્યો કે, હે મૂસા ! અહીંના સરદારો તને કતલ કરવાની ચર્ચા કરી રહ્યા છે, બસ ! તું હમણા જ જતો રહે અને મને તારો શુભેચ્છક સમજ

Choose other languages: