Quran Apps in many lanuages:

Surah Al-Munafiqoon Ayahs #11 Translated in Gujarati

يَقُولُونَ لَئِنْ رَجَعْنَا إِلَى الْمَدِينَةِ لَيُخْرِجَنَّ الْأَعَزُّ مِنْهَا الْأَذَلَّ ۚ وَلِلَّهِ الْعِزَّةُ وَلِرَسُولِهِ وَلِلْمُؤْمِنِينَ وَلَٰكِنَّ الْمُنَافِقِينَ لَا يَعْلَمُونَ
આ લોકો કહે છે કે જો અમે પાછા ફરી મદીના જઇશું તો ઇઝઝતવાળા ત્યાંથી અપમાનિત લોકોને કાઢી મુકશે, સાંભળો ઇઝઝત તો ફકત અલ્લાહ માતે જ છે, તેના પયગંબર માટે અને ઇમાનવાળાઓ માટે છે, પરંતુ આ મુનાફિકો જાણતા નથી
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُلْهِكُمْ أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُمْ عَنْ ذِكْرِ اللَّهِ ۚ وَمَنْ يَفْعَلْ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
હે મુસલમાનો ! તમારૂ ધન અને તમારી સંતાન તમને અલ્લાહના સ્મરણથી વંચિત ન કરી દે અને જે આવું કરશે તે ખૂબ જ નુકસાનમાં હશે
وَأَنْفِقُوا مِنْ مَا رَزَقْنَاكُمْ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَ أَحَدَكُمُ الْمَوْتُ فَيَقُولَ رَبِّ لَوْلَا أَخَّرْتَنِي إِلَىٰ أَجَلٍ قَرِيبٍ فَأَصَّدَّقَ وَأَكُنْ مِنَ الصَّالِحِينَ
અને જે કંઇ પણ અમે તમને આપી રાખ્યું છે તેમાંથી (અમારા માર્ગમાં) તે પહેલા ખર્ચ કરો કે તમારા માંથી કોઇનું મૃત્યુ થઇ જાય તો તે કહેવા લાગે કે મારા પાલનહાર ! મને તું થોડાક સમયની છૂટ કેમ નથી આપતો ? કે હું સદકો કરું અને સદાચારી લોકોમાં થઇ જાઉ
وَلَنْ يُؤَخِّرَ اللَّهُ نَفْسًا إِذَا جَاءَ أَجَلُهَا ۚ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
અને જ્યારે કોઇનો નક્કી કરેલ સમય આવી પહોંચે છે પછી તેને અલ્લાહતઆલા કદાપિ છુટ નથી આપતો અને જે કંઇ પણ તમે કરો છો તેને અલ્લાહ તઆલા ખૂબ જ સારી રીતે જાણનાર છે

Choose other languages: