Quran Apps in many lanuages:

Surah Al-Mulk Ayahs #9 Translated in Gujarati

وَلَقَدْ زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ وَجَعَلْنَاهَا رُجُومًا لِلشَّيَاطِينِ ۖ وَأَعْتَدْنَا لَهُمْ عَذَابَ السَّعِيرِ
નિ:શંક અમે દુનિયાના આકાશને દીવાઓ (તારાઓ) વડે શણગાર્યું અને તેમને શૈતાનોને મારવાનું માધ્યમ બનાવી દીધુ અને શૈતાનો માટે અમે (જહન્નમની સળગાવી દેનારી) યાતના તૈયાર કરી દીધી
وَلِلَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ ۖ وَبِئْسَ الْمَصِيرُ
અને પોતાના પાલનહારનો ઇન્કાર કરનારાઓ માટે જહન્નમની યાતના છે અને તે કેટલી ખરાબ જગ્યા છે
إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ
જ્યારે તેમાં તેઓ નાખવામાં આવશે તો તેનો ખુબ જ મોટો અવાજ સાંભળશે અને તે જોશ મારી રહી હશે
تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ ۖ كُلَّمَا أُلْقِيَ فِيهَا فَوْجٌ سَأَلَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ نَذِيرٌ
નજીક છે કે (હમણા) ક્રોધથી ફાટી જશે, જ્યારે પણ તેમાં કોઇ જૂથ નાખવામાં આવશે તેનાથી જહન્નમના રખેવાળો સવાલ કરશે કે શું તમારી પાસે ખબરદાર કરનાર કોઇ નહતો આવ્યો
قَالُوا بَلَىٰ قَدْ جَاءَنَا نَذِيرٌ فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ اللَّهُ مِنْ شَيْءٍ إِنْ أَنْتُمْ إِلَّا فِي ضَلَالٍ كَبِيرٍ
તે જવાબ આપશે કે કેમ નહી, આવ્યો હતો, પરંતુ અમે તેમને જુઠલાવ્યા અને અમે કહ્યું કે અલ્લાહ તઆલાએ કશું પણ ઉતાર્યું નથી. તમે ખુબ જ મોટા ગેરમાર્ગે છો

Choose other languages: